Book Title: Karm Prakruti Part 03 Author(s): Abhayshekharsuri Publisher: Jain Shwetambar Murtipujak Sangh MumbaiPage 73
________________ આ ગાથાને અનુસરીને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્વીકારવાથી પંચસંગ્રહકારના વચનોમાં પૂર્વાપરવિરોધનો દોષ રહેતો નથી, કારણકે બેઇન્દ્રિયના જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચે P/s નો તફાવત પડવાથી સ્થિતિસ્થાનો પણ P/s મળશે જે એકેન્દ્રિયના PVR સ્થિતિસ્થાનો કરતાં અસંખ્ય ગુણ છે. શંકા - જો આ અર્થને જ સ્વીકારી લઇએ તો પ૫ મી ગાથાના અર્થનો વિરોધ નહીં થાય ? સમાધાન – એ વિરોધ ન થાય એટલા માટે પપ મી ગાથાનો અર્થ આ રીતે કરવો જોઈએ. પ૪ મી ગાથા સુધીમાં પ્રસ્થમાં એકેન્દ્રિયની જઘન્ય અને ઉક્ટ બંધાતી સ્થિતિ કહેવાઈ ગઈ છે. બેઇન્દ્રિય વગેરે માટે માત્ર એટલું કહ્યું છે કે પોતપોતાની જઘન્ય કરતાં ઉફ્ટ P/s અધિક હોય છે પણ જઘન્ય કેટલી હોય છે કે ઉત્કૃષ્ટ કેટલી હોય છે એ કાંઇ કહ્યું નથી. એ જણાવવા માટે પપ મી ગાથા આવી છે. એમાં સામાન્યથી જ, બેઈન્દ્રિય વગેરેની ઉષ્ટ કે જઘન્ય બંધાતી સ્થિતિ જાણવી છે? તો સામાન્યથી જ એટલેકેજઘન્યbઉત્કૃષ્ટ કોઇપણ સ્થિતિ એકેન્દ્રિય કરતાં(સામાન્યથી) ૨૫, ૫૦, ૧૦૦ અને ૧૦૦૦ ગુણી હોય છે. આવો અર્થ પ૫ મી ગાથાનો યોગ્ય લાગે છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બને અન્યૂનાધિક પણે એકેન્દ્રિયની સ્થિતિ કરતાં ૨૫ ગુણી હોય છે એવું જો માનીએ તો એકેન્દ્રિયના સ્થિતિસ્થાનો કરતાં બેઇન્દ્રિયના સ્થિતિસ્થાનો ૨૫ ગુણા જ થવાથી પદમી ગાથામાં જે અસંખ્યાતગુણ હોવા કહ્યા છે તેની સાથે વિરોધ થાય.. એટલે બેમાંથી એક અન્યૂનાધિકપણે ૨૫ ગુણ છે અને અન્ય કંઇક ઓછેવત્તે અંશે ર૫ ગુણ છે એટલો અર્થ તો કરવો જ પડે છે. ધારો કે એકેન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ લ૯૯૦૦ અને ઉત્કૃષ્ટ ૧,૦૦,૦૦૦ છે. (એટલે કે // તે = ૧૦૦) બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ ૨૫,૦૦,૦૦૦ છે અને એમાંથી P/s = ૧૦,૦૦૦ ઓછા કરવાથી) ર૪,૯૦,૦૦૦એ જઘન્ય છે. તો એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ કરતાં બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ અન્યૂનાધિકપણે ૨૫ ગુણ થશે અને એકેન્દ્રિયના જઘન્ય કરતાં બેઈન્દ્રિયનો જઘન્ય કંઈક ન્યૂન ૨૫ ગુણ થશે. (૯૯૯૦૦ x ૨૫ = ૨૪,૯૭,૫૦૦ કરતાં ૨૪,૯૦,૦૦૦ કંઇક ન્યૂન છે એ સ્પષ્ટ છે.) તેમ છતાં એલગભગ ૨૫ ગુણ તો છે જ, માટે પપ મી ગાથામાં સામાન્યથી જણાવ્યું છે કે બેઈન્દ્રિય વગેરેના જઘન્ય કે ઉત્કૃષ્ટ એકન્દ્રિયના જઘન્ય કે ઉત્કૃષ્ટ કરતાં ૨૫ વગેરે ગુણ હોય છે. * બાકી જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બને અન્યૂનાધિકપણે ૨૫ ગુણ હોય છે એવો બંધન કરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210