________________
જે ઉત્તરોત્તર નિષેકમાં વિશેષહીન-વિશેષહીન થાય છે. એમ P/a જતાં દ્વિગુણહાનિનું સ્થાન આવે છે. આવા દ્વિગુણહાનિના કુલ સ્થાનો પણ અસંખ્ય જ છે. એટલે કે પ્રથમનિક કરતાં ચરમનિષેકમાં પણ અસંખ્યમા ભાગના જ દલિકો હોય છે. એટલે કોઇપણ નિષેકમાં અનંતમા ભાગના દલિકો તો ન મળવાથી, દ્વિચરમસુધીના સઘળાં નિકો અતિસ્થાપનામાં જ ઓળંગાઇ જશે અને માત્ર ચરમનિષેકમાં જે અનંતાસ્પર્ધકો રહ્યા હોય તેમાંના પ્રારંભિક અનંતાસ્પર્ધકો છોડી પછીના સ્પર્ધકોમાં નિક્ષેપ થાય છે એવું માનવું પડે, જે યોગ્ય નથી. (જો કે, પ્રથમનિષેકથી લઈ ઉત્તરોત્તર દરેક નિકોમાં અનંતા અનંતા રસસ્પર્ધકો રહ્યા છે. એમાંના પ્રથમ સ્પર્ધક્યી એ જ નિષેકના અનંતા સ્પર્ધકો બાદના સ્પર્ધકોમાં દ્વિગુણહીન પ્રદેશો છે. એ જ નિષેકમાં આવા દ્વિગુણહાનિના અનંતા સ્પર્ધકો આવી જાય છે. એ પછી બીજા નિષેકમાં પણ દ્વિગુણહાનિના અનંતા સ્પર્ધકો છે, અને છતાં, પ્રથમનિષના બધા સ્પર્ધકોનું ભેગું દલિક, બીજા નિષેકના બધા સ્પર્ધકોના ભેગા દલિક કરતાં વિશેષહીન જ થાય એ રીતે એ સ્પર્ધકો ગોઠવાયા હોય એવું માની શકાય છે. તેથી આ આપત્તિ આપી શકાતી નથી, કેમકે આવલિકા પ્રમાણ નિકો પસાર થવાથી નિકગતકુલ દલિક વિશેષહીન જ થયું હોવા છતાં, તે તે નિષેના જેસ્પર્ધકમાંથી દલિક ઉપડે એ સ્પર્ધકની અપેક્ષાએ અનંતગુણહીન દલિકવાળું સ્પર્ધક સ્થિતિ ઉદવર્તનાની અતિસ્થાપના સ્વરૂપ આવલિકા બાદના નિષેકમાં મળી શકે છે. એટલે એમાં નિક્ષેપ પણ થઇ શકે છે. તેમ છતાં, આવલિકામાં અતિસ્થાપના પ્રમાણ અનંતારસસ્પર્ધકો જો આવી ગયા છે, તો જઘન્ય નિલેપ કે જે એના કરતાં અનંતમા ભાગપ્રમાણ સ્પર્ધકો જ છે તે તો એક જ નિકમાં આવી જવાથી આવલિકાના અસંખ્યમા ભાગ પ્રમાણ નિષેકગત પદ્ધકોમાં જઘન્ય નિક્ષેપ થાય છે એ વાત અસંગત રહે છે.) (૨) અબાધાની ઉપરના નિકોમાંથી થતી સ્થિતિ ઉદવર્તના માટે અતિ સ્થાપના એક આવલિકા હોય છે. અને તે તે નિષેકમાંથી થતી રસ ઉદવર્તન માટે પણ એ જ એક એક આવલિકા ગત સ્પર્ધકોને અતિસ્થાપના તરીકે સ્વીકાર્યા છે. પણ ઉપર-ઉપરના આવલિકાગત સ્પર્ધકોની સંખ્યા એક સરખી માની શકાતી ન હોવાથી અતિ સ્થાપના તરીકે ઓળંગાતા સ્પર્ધકોની સંખ્યા બદલાતી જશે જે અયોગ્ય છે, કારણકે કોઇપણ સ્પર્ધકમાંથી થતી ઉદ્વર્તનામાટે અતિ સ્થાપના તુલ્ય કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
૧૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org