________________
fપતાપુરાંતવા છતા જો કે, અનુદયવતીપ્રકૃતિની જેમ જ નિદ્રાદ્ધિનો પણ સત્તાવિચ્છેદ દ્વિચરમસમયે કહેલ છે. પ્રશ્ન-૩ અસંજ્ઞી પંચેન્દ્રિયને પ્રથમસંઘ સંસ્થાનની ઉદીરણા હોય? ઉત્તર-૩ કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ વગેરે મળ્યોમાં પર્યાપંચે અસંજ્ઞીતિર્યંચોને પણ છએ સંઘયણ-સંસ્થાનના ઉદય-ઉદીરણા કહ્યા છે. પણ બૃહત્સંગ્રહણી વગેરે કેટલાક ગ્રન્થોમાં અસંજ્ઞી જીવોને માત્ર છેલ્લું સંઘયણ-સંસ્થાન જ માન્ય છે. એટલે તેઓના મતે આ જીવોને પ્રથમ પાંચ સંઘ સંસ્થાનના ઉદય-ઉદીરણા હોતા નથી. એમ પંચસંગ્રહ અને કર્મપ્રકૃતિમાં ક્ષપકશ્રેણિની જેમ ઉપશમણિ પણ પ્રથમ સંઘયણીને જ હોવી માની છે. એટલે ઉપશમશ્રેણિમાં પણ આઠમા-નવમા વગેરે ગુણઠાણે માત્ર પ્રથમ સંઘયણનાં જ ઉદય-ઉદીરણા હોય છે. એટલે જ બીજા-ત્રીજા સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય અગ્યારમા ગુણઠાણાના પ્રથમ સમયે કરેલી ગુણશ્રેણિના શીષેન કહેતાં દેશવિરતિ, સર્વવિરતિ અને અનંતાનુબંધી ચારની વિસંયોજના.. આ ત્રણની ગુણશ્રેણિઓનું શીર્ષ જ્યાં ભેગું થતું હોય તે નિના ઉદયે કહ્યો છે. કિન્તુ કર્મસ્તર વગેરે ગ્રન્થોમાં ઉપશમશ્રેણિમાં પ્રથમ ૩ સંઘયણ માન્યા છે. એટલે તેઓના મતે બીજા-ત્રીજા સંઘયણની પણ ત્યાં ઉદીરણા માન્ય છે. આ મતે બીજા-ત્રીજા સંઘયણનો ઉત્કૃષ્ટપ્રદેશોદય અગ્યારમાં ગુણઠાણે પ્રથમ સમયે કરેલી ગુણશ્રેણિના શીષે જાણવો. પ્રશ્ન-૪ દરેક મિથ્યાત્વીઓ મિથ્યાત્વમોહનીયના ઉદીરક હોય જ? ઉત્તર-૪ પ્રથમ (ઉપશમ) સમ્યક્ત પામનાર મિથ્યાત્વીને પ્રથમ સ્થિતિની ચરમ આવલિકામાં માત્ર ઉદય હોય છે, ઉદીરણા હોતી નથી. એટલે એ સિવાયના મિથ્યાત્વીઓ એના ઉદીરક જાણવા. પણ આ રીતે અનંતાનુબંધીનો ઉદય હોય અને ઉદીરણા ન હોય એવું મળતું નથી, કારણકે આ ગ્રન્થકારોના મતે અનંતાનુબંધીની ઉપશમના ન હોવાથી અંતર કરવાનું હોતું નથી. ઉપશમણિ માંડનારો પણ અનંતાનુબંધીની તો વિસંયોજના જ કરે છે એવો તેઓનો મત છે. જેઓ ઉપશમણિનું ઉપશમસત્ત્વ પામવા માટે અનંતાનુબંધીની ઉપશમના પણ સ્વીકારે છે તેઓના મતે પણ તે ઉપશમના પ્રથમદ્વિતીય ગુણઠાણે તો થતી નથી જ, અને ઉપર જ્યાં થાય છે ત્યાં અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. આ પણ જાણવા યોગ્ય છે કે પ્રથમસમ્યક્ત કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
૧૩ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org