________________
શંકા - જો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સતત અંતર્મુ૦ સુધી થઇ શકે છે તો ઉત્કૃષ્ટસંક્લેશ માત્ર બે જ સમય ટકે છે એવું બંધનકરણમાં શા માટે જણાવ્યું છે ?
સમાધાન – ઉત્કૃષ્ટસંક્લેશસ્થાન પર જીવનું અવસ્થાન તો બેથી અધિક સમય હોતું જ નથી. પણ ઉત્કૃષ્ટસ્થિતિબંધ માત્ર ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાનથી જ થાય છે એવું નથી. ઉપરના અસંખ્યલોક પ્રમાણ રસાધ્યવસાયસ્થાનોથી ઉત્કૃષ્ટસ્થિતિબંધ થઇ શકે છે . આ અધ્યવસાયોમાંના અધ્યવસાયો પર જીવ અંતર્મુ૦ સુધી સતત રહી સતત ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી શકે છે. એટલે કે ઉત્કૃષ્ટરસબંધના અધ્યવસાય પર જીવ ઉત્કૃષ્ટથી બે સમય માટે રહે છે જયારે ઉત્કૃષ્ટસ્થિતિબંધના અધ્યવસાય પર અંતર્મુ સુધી રહી શકે છે.
પ્રશ્ન-૧૫ જીવ પછીના ભવમાં જેવી (ગતિ વગેરે) પરિસ્થિતિમાં જવાનો હોય તેવો જ બંધ પૂર્વભવના ચરમ અંતર્મુમાં કરે છે. આ રીતે, પછીના ભવમાં ગયા પછી પણ પ્રથમ અંતર્મુ૦ માટે, જો એ પ્રકૃતિઓનો બંધ શકય હોય તો, એ જ પ્રકૃતિઓ બાંય એવો નિયમ છે ?
ઉત્તર-૧૫ ના‚ નથી. તિર્યં ચગતિની જઘન્યસ્થિતિ ઉદીરણા માટે જે બતાવ્યું છે કે તેઉકાય વાઉકાયમાં હતસમુત્પત્તિક કરી પંચેન્દ્રિય તિર્યં ચ માં આવી પ્રથમ દીર્ઘકાળ સુધી મનુષ્યગતિ બાંધી પછી તિર્યંચગતિ બાંધે તેની બંધાવલિકાના ચરમસમયે જઘન્યસ્થિતિ ઉદીરણા મળે. એમ પાંચ સંઘયણોની જઘન્યસ્થિતિ ઉદીરણા માટે પણ એકેન્દ્રિયમાં જઘન્યસ્થિતિ સત્તા કરી પોતપોતાના ઉદયવાળા ભવમાં જઇ પ્રતિપક્ષી સંઘયણો બાંધે, પછી સ્વબંધની બંધાવલિકાના ચરમસમયે જઘન્યસ્થિતિ ઉદીરણા હોય. આના પરથી જણાય છે કે તિર્યંચમાં જનાર મનુષ્યપ્રાયોગ્ય અને બીજા-ત્રીજા વગેરે સંઘયણમાં જનાર ત્રીજા-ચોથા વગેરે સંઘયણનો પ્રથમસમયથી બંધ કરી શકે છે.
પ્રશ્ન-૧૬ હતસમુત્પત્તિ ક્રિયા શું છે ?
ઉત્તર- ૧૬ સંજ્ઞીપણામાં અંત: કો. કો. કે તેથી પણ વધુ સ્થિતિસત્તા વાળો થયેલો જીવ જયારે એકેન્દ્રિય વગેરે ભવોમાં જાય છેત્યારે ત્યાં તે સ્થિતિસત્તાને ટકાવી શક્તો નથી. એટલે વ્યાઘાતભાવિની સ્થિતિઅપવર્તના વડે એ સ્થિતિને હણે છે. ઉત્કૃષ્ટરસ બાંધનાર મિથ્યાત્વી એ રસને જાળવી શક્યો ન હોવાથી અંતર્મુ૦ માં વ્યાઘાતભાવિની રસાપવર્તના કરી હણી નાંખે છે. આ જેમ ગુણઅનિમિત્તક રસઘાત હોય છે તેમ કર્મપ્રકૃતિ
પ્રશ્નોત્તરી
૧૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org