________________
ઉત્તર-૧૫ એP/s પ્રમાણ જ જે સ્થિતિખંડો કહ્યા છે તે અપૂર્વકરણે ઉકેરાતા ખંડો જાણવા. અનિવૃત્તિકરણે તો Pa વગેરે પ્રમાણ સ્થિતિખંડો પણ ઉમેરાય છે. અન્યથા P/a સત્તા થઇ ગયા બાદ શું સ્થિતિઘાત અટકી જાય? અને તો પછી કર્મ સર્વથા ક્ષીણ પણ શી રીતે થાય? પ્રશ્ન-૧૬ અનિવૃત્તિકરણે તે તે સ્થાને ઉકેરાતા ખંડોનો આયામ દરેક જીવોને તુલ્ય જ હોય ? ઉત્તર-૧૬ હા, સામાન્યથી એક જીવને અમુક ચોક્કસ સ્થાને જેટલો સ્થિતિખંડ ઉકરાતો હોય, એટલો જ અન્ય સર્વ જીવોને તે ચોક્કસ સ્થાને ઉકેરાતો હોય છે. તેમ છતાં, અનિવૃત્તિકરણે પ્રથમ સ્થિતિખંડ જે ઉકેરાય છે તે નાનો-મોટો પણ હોય શકે છે. કારણકે અપૂર્વકરણ પૂર્ણ થયે તેતે કમોંની જે સ્થિતિસરા એક જીવને હોય છે, એટલી જ અન્યને પણ હોય એવું છે નહીં. અને તેથી અનિવૃત્તિકરણે પ્રથમ સ્થિતિઘાત એવી રીતે થાય છે કે જેથી એ સ્થિતિઘાત થયે બધા જીવોની સ્થિતિના એક સરખી થઇ જાય, અને ત્યાર બાદના સ્થિતિઘાત એકસરખા થાય. એટલે આ પ્રથમ સ્થિતિઘાત વિષમ હોય છે. એમાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યાતમો ભાગ અધિક હોય છે તે જાણવું. તેમજ જુદા જુદા કષાયોદય અને જુદા જુદા વેદોદયથી શ્રેણિ માંડનારને અનિવૃત્તિકરણે બીજા સ્થિતિઘાતનો આયામ, એનો કાળ, અપૂર્વ સ્થિતિબંધ જુદા જુદા હોય છે. પણ તે તે ચોક્કસ કષાય અને વેદથી શ્રેણિ માંડનારા દરેક જીવોને તે તુલ્ય હોય છે. પ્રશ્ન-૧૭ મિથ્યાત્વ વગેરે પણ ઉવલ્યમાન પ્રવૃતિઓ છે. એના ચરમખંડના નિર્લેપ બાદશવ આલિકાના જેમ સમયગૂન આવલિકા પ્રમાણ જુદા જુદા સ્પર્ધકો મળે છે તેમ વૈ૦ ૭ વગેરે ઉવેલાતી પ્રવૃતિઓમાં કેમ નથી મળતા? ઉત્તર-૧૭ વૈ૦ ૭ વગેરેની શેષ આવલિકામાં ગુણશ્રેણિ રચના હોતી નથી. તેથી ઉત્તરોતર નિષેકોનું દલિક વિશેષાહીન-વિશેષહીન હોવાથી ચરમ એક નિષેકના દલિકોના વિવિધ જીવોના જે સત્તાસ્થાનો હોય છે તેના કરતાં ચરમ-દ્વિચરમ બે નિષ્પાદલિકોનાસતાસ્થાનો વચ્ચે અંતર પડતું નથી. અચાન્યજીવોના ઓછા-વતા દલિક હોવાના કારણે એ બધા નિરંતર થઈ જાય છે. એ જ રીતે આખી આવલિકા માટે અને વાવ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધી નિરંતરસતાસ્થાનો મળે જ છે. તેથી એક જ સ્પર્ધક થાય છે. જયારે મિથ્યાત્વ વગેરેમાં ગુણશ્રેણિ રચના થઈ હોવાથી કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી
૧૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org