________________
ઉત્તર-૧૩ સંજ્ઞી૦ પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિય વગેરેમાં ગયેલો જીવ વ્યાઘાતભાવિની અપવર્તના વગેરે દ્વારા સ્થિતિસત્તાને ઘટાડી એકેન્દ્રિય વગેરે પ્રાયોગ્ય સ્થિતિસત્તા કરે છે. આ અપવર્તના વગેરે વખતે બધા જીવો એક સરખા જ સ્થિતિખંડોનો ઘાત કરીને સત્તા ઘટાડે એવું હોતું નથી.. નાના-મોટા સ્થિતિખંડોને ઉકેરીને સ્થિતિસત્તા ઘટાડે છે, એટલે બધા સત્તાસ્થાનો સંભવે છે.પણ એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાસ્થાન કરતાં ય ઓછી સ્થિતિસત્તા તો ક્ષપણાકાળે જ અનિવૃત્તિકરણે થાય છે. 'અનિવૃત્તિકરણે દરેક જીવોને એક સરખા પરિણામો હોવાથી (પ્રથમસ્થિતિખંડ સિવાય) એક સરખા સ્થિતિખંડોનો ઘાત થાય છે અને તે તે સ્થિતિખંડને ઉકેરવાનો કાળ પણ દરેક જીવો માટે સરખો હોય છે. એટલે નાના-મોટા સ્થિતિખંડો ઉકેરાઇને જુદા જુદા જીવોની અપેક્ષાએ નિરંતર દરેક સ્થિતિસત્તાસ્થાનો મળવા સંભવતા નથી. તે તે સ્થળે જયારે સ્થિતિખંડ સંપૂર્ણ ઉકેરાઇ જાય, એટલે દરેક જીવોને એટલું ગાબડું એકી સાથે પડી જ જાય છે. પ્રશ્ન-૧૪ એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા પછી સ્થિતિસત્તાસ્થાનમાં આ જે ગાબડું પડે છે તે કેટલું હોય છે ? IP/s કે '/a ?
ઉત્તર-૧૪ આ ગાબડું P/s હોય છે એમ ચૂર્ણિમાં કહ્યું છે, જયારે ટીકાઓમાં એ IP/ હોવું જણાવ્યું છે. પણ આ બેમાંથી એકે ય કથન ગલત નથી. ક્ષપણાની પ્રક્રિયાનો વિચાર કરવાથી આ જાણવા મળે છે. જ્યાં સુધી સ્થિતિસત્તા ૧પલ્યોપમ જેટલી થતી નથી ત્યાં સુધી થતા સ્થિતિઘાતોનો આયામ P/S હોય છે. એટલે તે તે સ્થિતિઘાત કરતી વખતે જે અંતર્મુહૂર્ત લાગે એટલા નિરંતર સ્થિતિસત્તાસ્થાનો મળ્યા બાદ P/s નું સીધું આંતરું પડી જાય છે જયારે સ્થિતિસત્તા ૧ પલ્યોપમ થાય છેત્યારથી જે સ્થિતિઘાત થાય છે તેમાં સત્તાગતસ્થિતિના સંખ્યાતબહુભાગ ખંડાઇ જાય છે. એટલે કે એક પલ્યોપમની સત્તા બાદના પ્રથમસ્થિતિખંડનો આયામ પલ્યોપમના સંખ્યાતબહુભાગ (દેશોન પલ્યોપમ) જેટલો હોય છે. એટલે એ ખંડ હઁકૈરાતી વખતે દેશોન પલ્યોપમ જેટલું અંતર પડી જાય છે. ત્યારબાદ હજારો સ્થિતિઘાત પછી જે સ્થિતિઘાતો થાય છે તેનો આયામP/a હોય છે, (અસંબહુભાગ-અસંબહુભાગ સત્તા જે એક-એક સ્થિતિઘાતમાં ખંડાઇ છે તે સ્થિતિઘાતોનો આયામ P/a- P/a જેટલો હોય છે.) એટલે એ સ્થિતિઘાતોથી P/a નું અંતર મળે છે. આમ એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાસ્થાન બાદ કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી
Jain Education International
For Private & Personal Use Only
૧૮૬
www.jainelibrary.org