________________
સંજય૦માયાનો સર્વસંક્રમ થયા બાદ સંજવલોભના દલિકો ઘટવા જ માંડયાં હોય છે એટલે ઉત્કૃષ્ટની અંદર જ સત્તાસ્થાનો હોય છે. ૧૦ માના શેષભાગના જુદા-જુદા સમયોની અપેક્ષાએ સત્તાસ્થાનોમાં જે અંતર રહે છે, તે એ પૂર્વના સંસારકાળ દરમ્યાન સંભવિત સતાસ્થાનોથી પૂરાયેલું જ હોય છે, એટલે સર્વકાળનો વિચાર કરતાં વચ્ચે ક્યાંય અંતર મળતું ન હોવાથી એક જ સ્પર્ધક મળે છે, એ જાણવું. પ્રશ્ન-૨૧ અયોગકવલી ગુણઠાણે સત્તા ધરાવનારી કઇ પ્રકૃતિઓના કેટલા સ્પર્ધકો હોય છે? ઉત્તર-૨૧ ચૂર્ણિ અને ટીકામાં આ પ્રમાણે પ્રરૂપણા છે કે અનુદયવતી પ્રવૃતિઓના શૈલેશી અવસ્થાના સમય જેટલા અને ઉદયવતી પ્રવૃતિઓના એના કરતાં એક અધિક સ્પર્ધક હોય છે. આમાં અનુદયવતી તરીકે વૈ૦ ૭ વગેરેની તેમજ ઉદયવતી તર્ક મનુષ્યગતિ વગેરેની બાદબાકી કરવાનું જણાવ્યું કેમ નથી એ સમજાતું નથી. આશય એ છે કે વૈ૦ ૭ અને દેવદ્ધિકની જઘન્યપ્રદેશસત્તા ચિરઉદ્દવલનાના અંતે એક સ્થિતિશેષ હોય છે અને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ૭પૂર્વકોડ સુધી આ પ્રવૃતિઓને પુષ્ટ કરી ૩ પલ્યોપમ આયુવાળા યુગલિક થયેલાને એ ભવના ચરમસમયે હોય છે. જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીના નિરંતર પ્રદેશસત્તાસ્થાનો મળતા હોવાથી આ આખું એક જ સ્પર્ધક હોય છે. અયોગગુણઠાણે જે જુદા-જુદા સમયોએ સત્તાસ્થાનો હોય છે તે બધાનો આમાં જ સમાવેશ હોય છે, કારણ કે તેનો જઘન્ય કે ઉત્કૃષ્ટ તરીકે નિર્દેશ ન હોવાથી એ મધ્યમના જ સ્થાનો છે. તેથી માત્ર અયોગી ગુણઠાણે મળતા જુદા-જુદા સ્થાનો વચ્ચે અંતર હોવા છતાં, આ એક જ સ્પર્ધની અંતર્ગત જે બીજા સંસારકાળભાવી સ્થાનો છે તેની સાથે ભેગો વિચાર કરતાં વચ્ચે ક્યાંય આંતરું પડતું નથી. માટે ભિન્ન સ્પર્ધક મળતાં નથી, તેથી આ પ્રવૃતિઓનું એક જ સ્પર્ધક મળવું યોગ્ય લાગે છે. આ જ રીતે આહા. ૭ નું પણ ઉદ્દલાતી પ્રકૃતિઓને અનુસરીને એક જ સ્પર્ધક હોવું જોઇએ, અયોગીના જુદા સ્પર્ધકો નહીં. યશનામકર્મની પ્રદેશસત્તાનું જઘન્ય યથાપ્રવૃત્તકરણના ચરમસમયે અને ઉક્ટ ૪ વાર ઉપશમશ્રેણિ કરી સપકથનારને ૧૦ માના ચરમસમયે બતાવેલ છે. જઘન્યથી ઉત્કૃષ્ટ સુધી નિરંતર સ્થાન મળે છે. (જે પ્રકૃતિના જઘન્ય તર્ક એક જ નિદ્ દલિક કે એક જ ચરમસમય પ્રબદ્ધ દલિનો અમુક ભાગ મળતો હોય, અને એ જઘન્યસ્થાન સહિત પૂર્વના સમયમાં ગુણશ્રેણિ રચના હોય કે એક-એક સમય કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી
૧૯ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org