________________
અધિક પ્રબદ્ધ દલિગ્ના અંશો સત્તામાં મળતા હોય તે પ્રકૃતિમાં જ સાન્તર સ્થાનો મળે છે. પણ જેના જઘન્ય તરીકે મળતા સ્થાનમાં સંસારકાળભાવી દલિકો ગુણશ્રેણિરચના સિવાય પણ ગોઠવાયેલા મળતા હોય તેમાં પ્રદેશબંધ – સંક્રમ - ઉદવર્તના- અપવર્તના-ઉદીરણા વગેરેની વિચિત્ર પ્રક્રિયાઓ લાગુ પડતી હોવાથી અનેક જીવાપાયા બધા સ્થાને નિરંતર જ મળે છે, સાન્તર મળતા નથી. તેથી યશનામકર્મના ૧૪ મે ગુણઠાણે જે સત્તાસ્થાન મળે છે તે બધા પણ આમાં સમાવિષ્ટ હોવાથી એનું એક જ સ્પર્ધક જાણવું ઉચિત છે. એમ જિનનામકર્મનું જઘન્ય સ્થાન પ્રથમ બંધ છે અને ઉત્કૃષ્ટસ્થાન ચરમબંધે છે એટલે એનું પણ જઘન્યથી ઉત્કૃષ્ટ નિરંતરસ્થાનોનું એક જ સ્પર્ધક હોવું જોઇએ. (જઘન્ય યોગી ક્ષપિતકર્માશ જીવને પ્રથમસમયે બંધ-સંક્રમ દ્વારા જે સત્તાસ્થાન મળે ત્યારથી માંડીને ઉત્કૃષ્ટયોગી ગુણિતકર્માશને પ્રથમસમયે બંધ-સંક્રમ દ્વારા જે સત્તાસ્થાન મળે ત્યાં સુધીના સત્તાસ્થાનો અને ત્યાર પછી ઉત્તરોત્તર સમયે બંધ-સંક્રમ દ્વારા મળતા સત્તાસ્થાનો નિરંતર મળતા હોય એમ માનીને આ જાણવું. જો એ નિરંતર ન મળતા હોય તો જુદા-જુદા સ્પર્ધકો યા ઉપચરિત સ્પર્ધકો મળી શકે.) અયોગી અવસ્થામાં મળતા સત્તાસ્થાનોનો પણ આમાં સમાવેશ હોવાથી એ સ્વતંત્ર સ્પર્ધકો તર્ક મળી શકે નહીં. હા, અયોગીને ચરમસમયે જઘન્ય પ્રદેશસતાસ્થાન માનવાનો જે મતાંતર છે તેને અનુસારે અયોગીના સમયો જેટલા સ્પર્ધકો મળી શકે, કારણ કે ગુણશ્રેણિથી રચાયેલા એક-બે-ત્રણ વગેરે નિકોનું દલિક સત્તામાં મળે છે. મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રનું ઉવેલાતી પ્રવૃતિઓ મુજબ ૧-૧ સ્પર્ધક જ જઘન્યથી ઉત્કૃષ્ટ સુધી નિરંતર મળે છે, એટલે અયોગી અવસ્થામાં એના પણ સ્વતંત્ર સ્પર્ધકો હોવા ન જોઇએ. મનુષ્ય આયુષ્યકર્મમાં ગુણશ્રેણિ રચના હોતી નથી. તેમજ અન્ય આયુષ્યની પણ સ્પર્ધક અંગે કોઇ પ્રરૂપણા નથી. એટલે એના સ્પર્ધકો મળે કે નહી તે કેવલિગ છે. ટૂંકમાં, અયોગી ગુણઠાણે ૯૫ પ્રકૃતિઓની સત્તા હોય છે એમાંથી મનુષ્યદ્ધિક, દેવદ્રિક, વૈ૦ ૭, આહ૦ ૭, જિનનામ, યશ અને ઉચ્ચગોત્ર આ ૨૧ પ્રકૃતિઓની જઘન્યસત્તા અયોગીના ચરમસમયે મળતી નથી, માટે એના અયોગી ગુણઠાણે સ્વતંત્ર સ્પર્ધકો મળે નહી એમ લાગે છે. જિનનામ અયોગી ચરમસમયે જઘન્ય ૧૯૩
સત્તાધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org