Book Title: Karm Prakruti Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Mumbai

Previous | Next

Page 209
________________ માનવાના મતે એના સ્વતંત્ર સ્પર્ધકો મળે. મનુષ્યઆયુ માટે પણ સ્વતંત્ર સ્પર્ધકો મળી શકે એમ લાગતું નથી, છતાં એનો નિર્ણય થઇ શક્તો નથી. શેષ ૭૩ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા ઉદયવતીની અયોગીના ચરમસમયે અને અનુદયવતીની દ્વિચરમસમયે મળે છે, એમાં અયોગીના સંપૂર્ણકાળ દરમ્યાન ગુણશ્રેણિથી દલિકો ગોઠવાયેલા હોય છે, માટે ઉદયવતીમાં અયોગીના સમય જેટલા તેમજ અનુદથવતીમાં એના કરતાં એક ન્યૂન સ્પર્ધકો મળે છે. તદુપરાંત, સયોગીના ચરમસમયભાવી સત્તાસ્થાન સહિતનું આસંસાર કાળભાવી ૧-૧ સ્પક એ બન્નેમાં અધિક મળે છે. મૂળગાથામાં સામાન્યથી જ શૈલેશીઅવસ્થામાં વિદ્યમાન પ્રકૃતિઓનો ઉલ્લેખ કર્યો હોવા છતાં, વ્યાખ્યાનો વિશેષ પ્રતિપત્તિ: ન્યાયે આ પ્રમાણે સમજવું યોગ્ય લાગે છે. અથવા તો, સત્તાપ્રકરણની ૪૭મી ગાથાનુસારે ઉદ્વલ્યમાન એવી નરકદિકનું ૧-૧ જ સ્પર્ધક છે જેમાં જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીના નિરંતરસત્તાસ્થાનો સમાવિષ્ટ છે. એટલે ક્ષપણા કાળે અવશિષ્ટ રહેલ તેની ચરમ આવલિકામાં ગુણશ્રેણિ અને અનુદય હોવા છતાં એના સ્વતંત્ર સ્પર્ધકો મળી શક્તા નથી. તેમ છતાં થીણદ્વિત્રિક વગેરેની જેમ નરકદ્ધિના પણ એ આવી ના સંબંધી સમયગૂન આવલિકા જેટલા સ્પર્ધકો ચૂર્ણિકારે કહ્યા છે. એટલે વાય છે કે ચૂર્ણિકારની આ એક પ્રકારની વિવસાવિશેષ જ લાગે છે. એ જ રીતે પ્રસ્તુતમાં પણ વૈ૦ વગેરેના સ્વતંત્ર સ્પર્ધકો જે કહ્યા છે એ એક પ્રકારની વિવસા વિશેષથી જ કહ્યા છે એમ સમજવું. (જો - નરદ્ધિક માટે વિશેષ પ્રકારની વિવિક્ષા કરી તો મિશ્રમોહનીય માટે કેમ ન કરી એ પ્રશ્ન પાછો ઊભો થાય જ છે. કારણ કે એનું પણ જઘન્યથી ઉલ્ટ સુધીનું એ જ સ્પર્ધક હોવા છતાં, લપણાકાળે ચરમ અવશિષ્ટ આવલિકામાં ગુણશ્રેણિ અને અનુદય હોય જ છે.) એટલે છેવટે તત્વ કેવલિગમ્યમ્.... તપાગચ્છીય આચાર્ય શ્રી પ્રેમ-ભુવતભાનુ-ધર્મજિત-જયશેખર સૂરીશ્વર. મહારાજના શિષ્ય મુનિ અભયશેખર વિજયે કર્મપ્રકૃતિ-સંગ્રહણી મહાગ્રન્થન પદાથોની ગુજરાતીમાં કરેલી સંકલના (ભાગ ૧-૨) તથા તત્સમ્બદ્ધ પ્રશ્નોત્તરી (ભાગ-૩) સાનંદ સંપૂર્ણ થઇ (વિક્રમ સંવત ૨૦૪૮). છઘસ્થતા અનાભોગ વગેરેના કારણે, પરમપવિત્ર શ્રી જિનાજ્ઞાથી વિપરીત જે કાંઇ પ્રતિપાદન થયું હોય તેનું મિચ્છામી દુક્કડમ. શુભ ભવતુ શ્રી શ્રમણસંઘસ્ય.. કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી ૧૯૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210