Book Title: Karm Prakruti Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Mumbai

Previous | Next

Page 205
________________ કે એ આવલિકામાં ગુણશ્રેણિ રચના હોતી નથી. ઉત્તરોત્તર નિષેકમાં સામાન્ય રીત મુજબ ગોપુચ્છાકારે વિશેષહીન-વિશેષહીન દલિકો ગોઠવાયેલા હોય છે. તેથી ચરમનિષેકમાં લપિતoથી ગુણિતના જે નિરંતરસત્તાસ્થાનો હોય છે તેમાં જ સંપિતને ચરમ-કિચરમનિષેકથી જે સત્તાસ્થાન મળે તેનો સમાવેશ હોય છે. એ પ્રમાણે આગળ-આગળ જાણવું. તેથી આ બધીનું એક જ સ્પર્ધક મળવું યોગ્ય લાગે છે. પ્રશ્ન-૧૯ મિથ્યાત્વની ચરમાવલિકાના ચરમનિષેકમાં પિતકશને જેટલું દલિત હોય તેના કરતાં ગુણિતકર્માશને કેટલું અધિક દલિક હોય ? ઉત્તર-૧૯ અસંવભાગ અધિક હોય. આવો નિર્ણય કરવામાં નીચેના ૩ કારણો જાણવા..(૧) ક્ષપિતકર્માશને ધારોકે ચરમનિષેકમાં ૧ અબજ દલિકો છે. તેથી, ગુણશ્રેણિ રચના હોવાના કારણે કિચરમનિષેકમાં એના કરતાં અસંખ્યાતમા ભાગનું જ દલિક માનવું પડે. તેથી ધારો કે ૧૦ કરોડ દલિકો દ્વિચરમનિષેકોમાં છે. તેથી પિતકર્માશ જીવને ત્રિચરમસમયે ચિરમ અને ચરમ એમ બે નિષેક ભાવી દલિક તરીકે સત્તામાં ૧અબજ ૧૦ કરોડ દલિઝ થશે. આ ત્રિચરમસમયે રહેલા બીજા સ્પર્ધાનું પ્રથમસત્તાસ્થાન છે. પ્રથમસ્પર્ધકનું ચરમસ્થાન અને બીજા સ્પર્ધકનું પ્રથમ સ્થાન એકોતરવૃદ્ધિવાળા હોતા નથી. કિન્તુ બન્ને વચ્ચે ઘણું અંતર હોય છે. અન્યથા બે સ્પર્ધકો અલગ અલગ ન રહેતાં એક જ થઇ જાય. તેથી પ્રથમ સ્પર્ધનું ચરમસ્થાનકે જે ગુણિતકર્માશને ચરમનિષેકમાં રહેલા દલિકો સ્વરૂપ છે તેમાં બીજા સ્પર્વના પ્રથમ સ્થાન સ્વરૂપ પિતકર્માશના ત્રિચરમસમભાવી સ્થાન કરતાં ઘણાં ઓછાં દલિકો હોવા જોઇએ. વળી બીજા સ્પર્ધકનું પ્રથમ સ્થાન, પ્રથમ સ્પર્ધકના પ્રથમ સ્થાન કરતાં માત્ર અસંખ્યમાભાગ (૧૦ કરોડ) જેટલું જ વધારે છે. તેથી પ્રથમસ્પર્ધકનું ચરમસ્થાન તો એના કરતાં પણ ઓછું જ વધારે હોવું જોઇએ. તેથી (ગુણિતકર્માણનું દલિક) પ્રથમસ્થાન કરતાં અસંખ્યાતમો ભાગ જ અધિક હોય છે એ નિશ્ચિત થાય છે. (૨) આ ચરમાવલિકામાં દર્શનમોહક્ષપણાના અનિવૃત્તિકરણે થયેલી ગુણશ્રેણિ રચનાથી આવેલું દલિક જ મુખ્ય અસંખ્યાતબહુભાગ હોય છે, કારણ કે સંયમ વગેરેની ગુણશ્રેણિથી આવેલ તેમજ ગુણશ્રેણિવિનાનું સાહજિક દલિક તો એના કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી ૧૯o Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210