Book Title: Karm Prakruti Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Mumbai

Previous | Next

Page 204
________________ ચરમનિષેક કરતા ચિરમનિષેકમાં અસંખ્યાતમા ભાગનું જ દલિક હોવાથી આંતરું ઘણું હોય છે, જે ગુણિતના ચરમનિષેકના દલિકોની ગણતરી લેવા છતાં પૂરતું નથી. તેથી એના સમયગૂન આવલિકા જેટલા અલગ-અલગ સ્પર્ધકો બને છે. નરક દ્વિક્ની પણ નવમાં ગુણઠાણે ઉવેલના થયા બાદ શેષ આવલિકાના તે તે સમયે, ક્ષપિતકર્માશથી ગણિતકર્માશ સુધીનાજીવોને જે એકોત્તર વૃદ્ધિવાળા સત્તાસ્થાનોના સમૂહો મળે છે તે દરેક સમૂહો મિથ્યાત્વની જેમ પરસ્પર અંતરથી વિભાજિત હોય છે. તેમ છતાં, આ બેની એકેન્દ્રિયમાં જે ઉવેલના થઇ જઘન્ય સત્તાસ્થાન મળે છે ત્યાંથી લઈ ઉષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધીના નિરંતર સત્તાસ્થાન મળતા હોવાથી આ બેનું એક જ સ્પર્ધક છે. ૯મા ગુણઠાણે શેષ આવલિકાના સમયગૂન આવલિકા પ્રમાણ ઉક્ત સમૂહો પણ આ સ્પર્ધકની જ અંતર્ગત હોય છે, અને એ સમૂહોની વચ્ચેના આંતરા, આ સ્પર્ધકના અન્યાય સત્તાસ્થાનોથી પૂરાયેલ જ હોય છે. તેથી ઉક્ત સમૂહોના અહીં જુદા જુદા સ્પર્ધકો ન કહેતાં આખું એક જ સ્પર્ધક કહેલું છે તે જાણવું. ચરમઆવલિકાના સમયગૂન આવલિકા પ્રમાણ વધારાના સ્પર્ધકો વાળી થીણદ્ધિ વગેરે પ્રવૃતિઓમાં નરદ્દિકનો પણ જે ઉલ્લેખ કર્યો છે તે એક પ્રકારની વિશેષ વિવેક્ષા જ જાણવી, વસ્તુત: એ સત્તાસ્થાનો આ એક સ્પર્ધકમાં જ સમાવિષ્ટ હોય છે. સત્ત્વ અને મિશ્રમોહનીયની પણ મિથ્યાત્વ અવસ્થામાં ઉલના થાય છે. ત્યાં ગુણશ્રેણિ હોતી નથી. માટે એક જ સ્પર્ધક બને છે. સાયિક સમ્યત્વ પામવાની પ્રક્રિયામાં સ્વ-સ્વના અંતભાગે જુદા જુદા સમયે મળતા પિતકર્માશથી ગુણિતકર્માશના સત્તાસ્થાનોના સમૂહો પણ આ સ્પર્ધકમાં જ અંતર્ગત હોવાથી એના જુદા સ્પર્ધકો હોતા નથી. પ્રશ્ન-૧૮ વૈક્રિયસપ્તક વગેરેના સ્પર્ધક કેટલા હોય છે? ઉત્તર-૧૮ ઉદ્દલાતી ૨૩ પ્રકૃતિઓ તરીકે આનું કમ્મપયડીમાં એક સ્પર્ધક કહ્યું છે. પંચસંગહમાં, “હુતુતં 37ળા નખન્ન ટીદāન ' આ પ્રમાણે જણાવ્યું છે. “અનુદયવતી પ્રવૃતિઓની જેમ ઉવલનયોગ્ય ૨૩પ્રકૃતિઓનાએક આવલિકાના સમયપ્રમાણ સ્પર્ધકો મળે છે " એમ વૃત્તિકારોએ વ્યાખ્યાન કર્યું છે. આવી પ્રરૂપણાનો અભિપ્રાય જાણી શકાતો નથી, કારણ કે ચિર ઉદ્દલનાના અંતે હૈ, ૭ વગેરેની જે એક ઉદયાવલિકા શેષ રહી હોય છે તેના (અનુદયવતી હોવાથી સમયગૂન આવલિકા જેટલા સ્પર્ધકો મળવા સંભવિત નથી. તે પણ એટલા માટે ૧૮૯ સત્તાધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210