________________
૭
છે અને ત્રસબંધકાળમાંથી પણ કેટલોક કાળ નપું.વેદ બંધાય છે. તેથી ૭મી નરકમાં શેષ બે વેદની અપેક્ષાએ નપું.વેદનો બંધકાળ જેટલા ગુણો અધિક હોય છે એના કરતાં ઇશાનદેવલોકમાં એ વધારે ગુણો અધિક મળે છે. વળી આ ઇશાનમાં આવેલ જીવ પણ એ પૂર્વે યથાયોગ્ય રીતે ૭ મી નરકમાં જઇ નપું. વેદને પુષ્ટ કરી આવેલ હોય છે એ તો સમજવાનું જ છે. અથવા તો ગુણિતકર્માશ પ્રક્રિયામાં સાધિક ૨૦૦૦ સાગરોપમની ત્રસકાયસ્થિતિમાં જેટલી વધુ વાર ઇશાનમાં જઇ શકે એટલી વધુ વાર ત્યાં મોકલી નપું.વેદની પુષ્ટિ કરવાનો અર્થ સમજવો જોઇએ. અને જો નપું.વેદ માટે આ અર્થ લેવાનો હોય તો સ્ત્રીવેદ માટે પણ જેટલી અધિકવાર P/a આયુષ્યવાળા યુગલિકમાં જઇ શકે એટલી અધિકવાર એમાં મોક્લી સ્ત્રીવેદની પુષ્ટિ કરવાનો અર્થ સમજવો જોઇએ.આ યુગલિકકાળ દરમ્યાન સ્ત્રીવેદ અને પુ.વેદ પરાવર્તમાનભાવે બંધાયા કરે છે એમાં સ્ત્રીવેદબંધકાળ જેટલો દીર્ઘ સંભવે એટલો-એટલો દીર્ઘ લેવો તેમજ એ વખતે યથાસંભવ ઉત્કૃષ્ટ યોગ અને સંક્લેશ જાણવા, જયારે પુ.વેદનો બંધકાળ યથાસંભવ નાનો લેવો અને એ વખતે યોગ તથા સંક્લેશ યથાયોગ્ય ઓછામાં ઓછા લેવા, જેથી સ્ત્રીવેદની વધુને વધુ પુષ્ટિ થાય, પુ.વેદની ઓછી થાય.
પ્રશ્ન-૧૨ સંજવ૦ ક્રોધાદિના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સ્વામીમાં કોઇ વિશેષતા છે ? ઉત્તર-૧૨ હા, સંજય૦ ક્રોધની ઉત્કૃષ્ટપ્રદેશસત્તા માટે સંજવમાનાદિના ઉદયે શ્રેણિમાંડનાર ગુણિતકર્માશ જીવ લેવો, પણ સંજય૦ ક્રોધોદયે શ્રેણિ માંડનાર જીવ નહીં. અન્યથા સંજવલન ક્રોધની પ્રથમસ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ થવાથી એ દલિક ક્ષીણ થઇ જાય. આ જ રીતે સંજવલનમાનાદિ માટે સંજવલન માયા વગેરેના ઉદયે શ્રેણિમાંડનાર જીવ લેવો. સંજવલનલોભ માટે માનોદયાઢ જીવ જાણવો.(આમાં કારણ એવું હોય શકે કે પ્રદેશસત્તામાં ક્રમ માન, ક્રોધ, માયા, લોભ હોવાથી માનનું સ્વરૂપે દલિક ઓછું હોવાના કારણે એની સંભવિત દીર્ઘ પ્રથમસ્થિતિ (જે માનોદયારૂઢને જ મળે છે) દ્વારા પણ દલિક અન્યોદયાઢની અપેક્ષાએ ઓછું ખપે છે.)
પ્રશ્ન-૧૩ સ્થિતિસત્તાસ્થાનોની પ્રરૂપણામાં ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સ્થાનથી એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાસ્થાન સુધીના નિરંતર સત્તાસ્થાનો બતાવ્યા છે તે કેવી રીતે સંભવે ? કેમકે એકે બેઇ વગેરેના સ્થિતિબંધ વચ્ચે ઘણું અંતર હોય છે.
સત્તાધિકાર
૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org