Book Title: Karm Prakruti Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Mumbai

Previous | Next

Page 198
________________ આયુષ્ય સિવાયના અશુભકર્મોના બે ઢાણિયા રસની જ સત્તા રહે છે, ઉપરના રસનો ઘાત થઈ ગયો હોય છે. અને સત્ત્વ પામ્યા બાદ એની હાજરીમાં અશુભપ્રકૃતિઓનો ત્રણ-ચાર ઠાણિયો રસ નવો પણ બંધાતો નથી. તેથી ચોથા વગેરે ગુણઠાણે તો ૩-૪ ઠા. રસની સત્તા હોતી નથી. બીજે ગુણઠાણે પણ ચોથે ગુણઠાણેથી જ જવાતું હોવાથી આ રસસના હોતી નથી. તેથી જણાય છે કે બીજે તેમજ ચોથે વગેરે ગુણઠાણે અશુભપ્રકૃતિઓનો દ્રિસ્થાનિક રસ જ સત્તામાં હોય. ત્રીજા ગુણઠાણે પણ સંભવ નો દ્રિસ્થાન - રસનો જ લાગે છે. પણ નિર્ણય થઇ શકતો નથી. આશય એ છે કે મિથ્યાત્વે ગયેલો સગરૂપતિત જીવ સભ્યત્વમોહનીયના પલ્યોપમના અસંખ્ય ભાગ પ્રમાણ ઉદવેલનાકાળ કરતાં ઓછા કાળમાં સમ્યકત્વમોહનીયનો ઉદય થવાથી ચોથે ગુણઠાણે જાય ત્યારે કરણ કરતો ન હોવા છતાં એવી વિશ...િ મળો તો અવશ્ય હોય જ છે કે જેથી છેલ્લા અંતર્મુહુર્તમાં બંધાયેલા પણ ત્રણ ચાર છાણિયા રસનો ઘાત થઈ દ્રિસ્થાનિક રસ જ શેષ રહે છે. પણ આ રીતે મિશ્રમોહનો ઉદય થવાથી ત્રીજે ગુણઠાણે જતો જીવ એવી વિશુદ્ધિવાળો અવશ્ય હોય જ એવો નિર્ણય જેના પરથી કરી શકાય તેવી કોઇ બિના શત્રમાં કહેલી દેખાતી નથી. તેથી ૩-૪ ઠા. રસનો ઘાત થઇ જ ગયો હોય એવો પણ નિર્ણય થઇ શક્તો નથી. જો કે, સમ્યત્વની સંક્રમસ્થિતિ અંતર્મુહૂર્તન્યૂન % કો. કો. બતાવી છે તેના પરથી, ચોથે ગુણઠાણે અંતર્મુહૂર્ત માટે અંતમુન્યૂન ૭૦ કો. કો. સ્થિતિસત્તા હોવી જણાય છે. અને આના પરથી એ પણ જણાય છે કે સ્થિતિઘાત કર્યા વગર પણ ચોથે જવાય છે. તો પણ, ચોથે ગુણઠાણે મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ રસ જે બતાવ્યો નથી એ જણાવે છે કે ચોથે જતી વખતે રસઘાત તો થાય જ છે. વળી રસઘાત કરીને ઉપર ચઢે છે એવું જણાવતા શબ્દો પણ મળે છે. શંકા- પણ રસઘાત પ્રાયોગ્ય વિશુદ્ધિ જો છે, તો તેનાથી સ્થિતિઘાત પણ થઇ નહી જાય ? સમાધાન:- ના, અવશ્ય થઈ જાય એવું નથી. એમાં કારણ આ હોય કે સ્થિતિઘાતનો કાળ રસઘાતના કાળ કરતાં વધુ હોય અથવા સ્થિતિઘાતનો પ્રારંભ પાછળથી થતો હોય. તેથી ચોથે પહોંચતા પહેલાં રસઘાત અવશ્ય થઇ જાય છે, ૧૮૩ સત્તાધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210