________________
ઉપરના ગુણઠાણે કોઇ જીવ ક્યારેય સત્તા કરતાં વધુ સ્થિતિબંધ કરતો નથી, પણ સંખ્યાતગુણહીન જ કરે છે. તેથી સ્થિતિબંધથી સત્તા તો વધતી નથી, અને નીચેથી જેમ જેમ સમયો પસાર થાય છે તેમ તેમ સત્તા ઘટતી જાય છે.) એ પછી મનુષ્યમાં આવી સંયમ લઇ જયારે આહા૦ ૨ બાંધે ત્યારે નામના બધા કર્મોની સ્થિતિસત્તા અલ્પ થયેલી હોવાથી સંક્રમથી પણ આહા૦ રની સત્તા અત્યંત દીર્ઘ તો થતી નથી. તેથી ઉદીરણા પણ તેની અલ્પ થાય છે. અહીં, ઉપશમશ્રેણિથી પડીને ૪ થે ગુણઠાણે દીર્ઘકાળ રહેવાનું જે વિધાન છેતેના પરથી જણાય છે કે એટલો કાળ રહેવા છતાં પણ એ જીવ સત્તાને ક્યારે ય વધારતો નથી. એટલે કે ઉપશાન્તમોહ ગુણઠાણાથી જે સત્તા ઉત્તરોત્તર પણ ઘટતી ઘટતી આવે છે તેના કરતાં ૪ થે ગુણઠાણે પણ વધુ બંધ એ કરતો નથી. એટલે કે ઉપશાન્તમોહ ગુણઠાણે ૪ થા ગુણઢાણાના સ્થિતિબંધ કરતાં વધુ સ્થિતિસત્તા હોય છે.
વળી ઉપશમનાકરણમાં ઉપશમશ્રેણિના અધિકારમાં ચૂર્ણિમાં તે તે સ્થાનોએ સ્થિતિબંધોના અલ્પબહુત્વ, દેશઘાતી કરણ વગેરે દેખાડી પછી ત્યાં જ સત્તા તો બધે જ અંત:કો. કો. સાગરોપમ હોવી દેખાડી છે, તેથી પછી પણ ૧૧ મા સુધી સર્વત્ર તેટલી સત્તા હોવી જાણવી. ટીકાકારોએ સ્થિતિબંધના અલ્પબહુત્વની જેમ સ્થિતિસત્તાનું પણ અલ્પબહુત્ય જે કહ્યું છે તે પંચસંગ્રહાનુસારી જાણવું, પણ ચૂર્ણિ અનુસારી નહિ. આ એક મતાન્તર તરીકે લાગે છે, તત્ત્વને બહુશ્રુતો જાણે. કષાયપ્રાકૃતની ચૂર્ણિ અને વૃત્તિમાં ઉપશાન્તમોહ સુધી અંત: કો. કો. સ્થિતિસત્તા હોવાનું પ્રતિપાદન છે એ જાણવું.
પ્રશ્ન-૫ વર્ણાદિ ૨૦ની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કેટલી છે ?
ઉત્તર-૫ ચૂર્ણિકારે વીસે પ્રકૃતિઓને ઉદયબંધોત્કૃષ્ટા માની છે. એટલે દરેક્ની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા ૨૦ કો. કો. છે. ટીકાકારોએ શુક્લવર્ણ વગેરે ૧૩ પ્રકૃતિઓને ઉદયસંક્રમોત્કૃષ્ટા માની છે એટલે એમના મતે એની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા એક આવલિકાન્સૂન ૨૦ કો. કો.જાણવી. શેષ ૭ પ્રકૃતિઓને તો તેઓએ પણ ઉદયબંધોત્કૃષ્ટ માની હોવાથી ૨૦ કો.'કો. પૂરી સત્તા જાણવી.
પ્રશ્ન-૬ મતિજ્ઞાનાવરણવગેરેનો જઘન્ય રસસંક્રમ ૧૨ મા ગુણઠાણાની સમયાધિક આવલિકા શેષે ૨ ઠા. રસનો કહ્યો છે. રસ અપવર્તના સ્વરૂપ આ સંક્રમ માત્ર ૧૨ મા ગુણઠાણાના ચરમસમયભાવી ચરમનિષેકમાં રહેલા દલિકોમાંથી થાય છે.
સત્તાધિકાર
૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org