Book Title: Karm Prakruti Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Mumbai

Previous | Next

Page 195
________________ અનુદયવતી પ્રકૃતિ માટે બેસમયસ્થિતિવાળો ચરમનિક એ એકસમયની જઘન્ય સ્થિતિસરા કહેવાય છે. પણ પ્રથમ નિવેક (ઉદયસમય) ખાલી હોવાથી બે સમય સ્થિતિસતા નથી કહેવાતી તેમ અહીં નીચેના નિકો ખાલી હોવાથી એની સત્તા કહેવાતી નથી. માટે અંતર્મુહુર્તજૂન ૨ મહીના જઘન્ય સ્થિતિસત્તા હોય છે. પ્રશ્ન-૩ દેવોને કઈ પ્રવૃત્તિઓની સત્તા અત: કો.કો. કરતાં ન્યૂન હોય? ઉત્તર-૩ આહારક-૭, સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીય રૂપ ૯ ઉદ્દલાતી પ્રકૃતિઓની સત્તા ઉદવલ્યમાન અવસ્થામાં, તેમજ અનંતા ૪ની વિસંયોજના કરાતી અવસ્થામાં સ્થિતિસરા અંત: કો. કો.થી ન્યૂન હોય છે યાવત પલ્યોપમના અસં૦મા ભાગ પ્રમાણ પણ હોય છે. વળી જે અસંજ્ઞીજીવ વૈ૦ ૧૧ ની સ્વબંધસમાનસના કરીને ત્યાંથી સીધો દેવ કે નારકમાં ઉત્પન્ન થયો હોય તેને આ ૧૧ની જઘન્ય સત્તા પલ્યોપમના સંખ્યાતભાગગૂન ૨૦૦૦/૭ સાગરોપમ જેટલી ભવચરમસમય સુધી મળે છે. અસંજ્ઞીમાં બાંધેલી સત્તા દેવ-નરકભાવમાં વધી શક્તી નથી, કેમ કે આ પ્રવૃતિઓનો તેઓને બંધ હોતો નથી, અને તેથી જ અન્યબળમાન અધિક સ્થિતિઓ પણ તેમાં સંક્રમતી નથી. આ સત્તા ભવન, વ્યંતર દેવોમાં તેમજ રત્નપ્રભાનારકીઓમાં જ જાણવી, અન્યત્ર નહિ, કેમકે જયોતિષ્ક વગેરે દેવોમાં તેમજ રત્નપ્રભાની પાંચમી પ્રતરથી માંડીને ૭ મી નરક સુધી સંજ્ઞી જીવો જ ઉત્પન્ન થાય છે, અસંજ્ઞી નહિ. તેથી ત્યાં વૈ૦૧૧ની અંત:કો. કો.થી ન્યૂન સત્તા મળે જ નહિ. પ્રશ્ન-૪ ઉપશાન્તમો ગુણઠાણે સાત કર્મોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કેટલી હોય છે? ઉત્તર-૪ કમ્મપયડીમાં આહારક કિન્ની જઘન્ય સ્થિતિ ઉદીરણામાં હેતુ તરીકે ચાર વાર ઉપશમશ્રેણિ, એ પછી દર્શનસપ્તકની ક્ષપણા, એ પછી ૩૩ સાગરોપમ આયુષ્યવાળા અનુત્તરમાં ઉત્પન્ન થવું એ દેખાડ્યું છે. આના પરથી જણાય છે કે ચોથા ગુણઠાણાનાજઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં વધુ સ્થિતિસત્તા ઉપશાનમોહ ગુણઠાણે હોવી જોઈએ. આમાં કારણ એ છે કે ચાર વાર ઉપશમણિ માંડવામાં અને એ પછી દર્શનગિની લપણામાં સ્થિતિઘાતો વડે સાતે કર્મોની પુષ્કળ સ્થિતિ ખાંડી નાખી હોય છે. વળી એ પછી ૩૩ સાગરોપમ જેટલો કાળદેવલોકમાં પસાર કર્યો એટલે એટલી બીજી સ્થિતિ અલ્પ થઇ ગઇ. (આમાં કારણ એ છે કે ૪થે કે કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી ૧૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210