________________
ચરમલિકામાં એક સમયનો ઉદય હી જ શકાતો હોવાથી જઘન્ય સ્થિતિ ઉદય શા માટે ન કહેવાય ?
સમાધાન:- સંજવલન લોભ અને મિથ્યાત્વમોહનીયમાં તફાવત છે. સંજવલોભમાં એક સમયની સ્થિતિસત્તા (જઘન્ય સ્થિતિસત્તા) વિશિષ્ટ એક સમયનો ઉદય મળે છે. માટે તેની પ્રરૂપણામાં એવી વિવક્ષા કરી શકાય છે. મિથ્યાત્વમોહનીયમાં એક સમયની સ્થિતિસત્તા વિશિષ્ટ એક સમયનો સ્થિતિઉદય કોઇ જીવને મળવો સંભવિત નથી કે જેથી એને અંગે એવી વિવક્ષા કરી શકાય. એ પ્રકૃતિમાં તો એક સમયના ઉદય વખતે અવશ્ય અંત: કો. કો. સાગરોપમ સ્થિતિસત્તા દરેક જીવોને હોય છે, માટે જઘન્ય સ્થિતિસત્તાની ગણતરી વિના જ માત્ર જઘન્ય સ્થિતિ ઉદય તરીકે એક સમયનો ઉલ્લેખ છે. પણ સંજ્વલન લોભમાં ઉક્ત વિવક્ષા હોઇ ઉપશામનો જઘન્ય સ્થિતિ ઉદયના સ્વામી તરીકે ઉલ્લેખ નથી.
તેમ છતાં, આવી વિવક્ષા હોવાનું સમાધાન જો જચતું ન હોય તો જઘન્ય સ્થિતિઉદયના સ્વામી તરીકે ક્ષેપક જીવની જે પ્રરૂપણા કરી છે તેના ઉપલક્ષણથી ઉપશામજીવને પણ તે સ્વામી તરીકે જાણી લેવો.
કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી
Jain Education International
For Private & Personal Use Only
૧૭
www.jainelibrary.org