________________
ઉત્તર-૧૩ છઠ્ઠા કર્મપ્રન્થની વૃત્તિ અને શૂર્ણિમાં આ છવીશે પ્રકૃતિઓનો ઉદય હોવો કહ્યો છે. ૩૬ મી ગાથાની ચૂર્ણિમાં અને સપ્તતિકા ભાગની ૧૪૭ મી ગાથાની વૃત્તિમાં આ વાત સ્પષ્ટપણે કહી છે. પણ કમ્મપયડીમાં ઉદીરણાકરણમાં પ્રકૃતિઉદીરણાના અધિકારમાં સુભગ-આદેયની ઉદીરણા માત્ર ગર્ભજોમાં હોવી જ કહી છે. સંમૂર્છાિમજીવોને તાદુર્ભગ-અનાદેયની જ ઉદીરણા કરી હોવાથી ઉદય પણ તે બેનો જ હોય છે. બાકીની બાવીશનો તો યથાયોગ્ય પ્રકૃતિઉદીરણા અને પ્રદેશઉદીરણાને અનુસાર અસંજ્ઞીઓમાં પણ ઉદય હોવો કહ્યો છે તે ખ્યાલમાં રાખવું. જ્યારે સિદ્ધાન્તપ્રન્થોમાં અસંજ્ઞીપંચેન્દ્રિય જીવોમાં, આમાંની અશુભ પ્રકૃતિઓનો જ ઉદય કહ્યો છે, શુભમાં માત્ર સુસ્વરનો ઉદય હોવો કહ્યો છે. પ્રશ્ન-૧૪ સંજવલોભના જઘન્યસ્થિતિઉદયનો સ્વામી કોણ હોય? ઉત્તર-૧૪ સભ્યોમાં પકશ્રેણિમાં દશમા ગુણઠાણાના ચરમસમયે રહેલા જીવને તેના સ્વામી તરીકે કહ્યો છે. જો કે આમ તો વિચાર કરવાથી જણાય છે કે જેમ એ સમયે અપવર્તના-ઉદીરણા ન હોવાથી ઉદયસમયરૂપ માત્ર ૧સમયની સ્થિતિઉદય હોય છે તેમ એ જીવને દશમાની સંપૂર્ણ ચરમાવલિકામાં ઉદીરણા કે અપવર્તના ન હોવાથી તે તે સમયે માત્ર એક એક ઉદયસમયનો જ સ્થિતિઉદય હોય છે. તેથી સંપૂર્ણ ચરમાવલિકા દરમ્યાન જઘન્ય સ્થિતિ ઉદય હોય છે. તેથી કર્મપ્રકૃતિચૂર્ણિમાં ચરમસમય' એવો ઉલ્લેખ મળતો નથી. તેમ છતાં, અન્યોમાં જે ચરમસમયવર્તી જીવનો ઉલ્લેખ મળે છે તેમાં એવી વિવેક્ષા સમજવી કે જઘન્ય સ્થિતિસરા વિશિષ્ટ જઘન્ય ઉદયની તેમાં વિક્ષા છે. એવો વિશિષ્ટ જઘન્યસ્થિતિઉદય તો ચરમસમયે જ હોય છે, ચિરમવગેરે સમયોએ તો સવાબે વગેરે સમયની હોવાથી જઘન્ય હોતી નથી. માટે ચરમસમયે સ્વામિત્વ હોવાનું કરેલું નિરૂપણ વિરુદ્ધ નથી એ જાણવું. શંકા:- આ રીતે જઘન્ય સ્થિતિઉદય ક્ષેપકની જેમ ઉપશામકને પણ ૧૦ મા ગુણઠાણાની ચરમઆવલિકામાં સંભવ તો છે ને? કેમકે તેઓને પણ બે આવલિકા શેષ હોય ત્યારે આગાલવિચ્છેદ થયો હોવાથી અને ચરમાવલિકાશે ઉદીરણા વિચ્છેદ થયો હોવાથી માત્ર ઉદયસમયરૂપ એક સ્થિતિનો જ ઉદય હોય છે. આની સામે એવી શંકા ન કરવી કે “જેમ વેદનીયકર્મમાં સાતમા ગુણઠાણે કે ઉપર ઉદીરણા ન હોવા છતાં એક સમયની સ્થિતિઉદય કહ્યો નથી, કેમકે ત્યારે પણ અપવર્તનાથી તો ઉપરની સ્થિતિઓનું દલિક ઉદયસમયમાં પણ આવી ઉદય કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org