Book Title: Karm Prakruti Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Mumbai

Previous | Next

Page 189
________________ ઉત્તર- આહારકશરીર બનાવી અપ્રમત્ત ગુણઠણું પામે, ત્યારે અપ્રમત્તતાના પ્રથમસમયે કરેલી ગુણશ્રેણિના શીષે ઉત્કૃષ્ટ પ્રદેશોઠય હેલ છે. જેમ વિશુદ્ધિ વધે છે તેમ ગુણશ્રેણિથી પડતું દલિક વધે છે. એટલે પ્રમત્તતાથી વિશુધમાન પરિણામે અપ્રમત્ત બન્યા પછી પણ જ્યાં સુધી વર્ધમાનવિશુદ્ધિ હોય તેના ચરમસમયે કરેલ ગુણશ્રેણિના શીર્યોદયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય કેમ નથી કહ્યો એ શોધી કાઢવાનો વિષય છે. પ્રશ્ન-૧૦ અનંતા૦ ૪ ના જઘન્ય પ્રદેશોદય માટેની પ્રક્રિયામાં છેવટે સાયિક ૧૩૨ સાગરોપમ સમ્ય૦પાળી મિથ્યાત્વે જાય છે ત્યાં મિથ્યાત્વના પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય ન કહેતાં પ્રથમ આવલિકાના ચરમસમયે કેમ કહ્યો ? ઉત્તર-૧૦ સ્વાભાવિક નિષેકોની ગોપુચ્છાકાર રચનાના કારણે ઉત્તરોત્તર જે વિશેષહીનતા-વિશેષહીનતા દિલકોની થયેલી હોય છે તેના કારણે આયલિકાના ચરમનિષેકમાં થતી હાનિ-તેમજ અન્ય અનુદયપ્રાપ્ત જે પ્રકૃતિઓનું એ નિષેનું દલિક સ્ક્રિબુકસંક્રમથી પોતાને મળવાનું હોય તે પ્રકૃતિઓના તે નિષેની પણ ગોપુચ્છાકારના કારણે નિ... આવાં કારણોથી આવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશોદય કહ્યો હોવો જોઇએ. આનુપૂર્વી ઓ માટે વિગ્રહના ત્રીજા સમયે ન કહેતાં પ્રથમસમયે જઘન્ય પ્રદેશોદય કહ્યો છે એનાથી જણાય છે કે એમાં ગોપુચ્છના કારણે જે હાનિ થાય એના કરતાં, ઉત્પત્તિકાળની નજદીક થવાથી યોગવૃદ્ધિ કે વિશુદ્ધિ થતી હોય અને ઉદીરણાથી અધિક દલિક પ્રાપ્ત થતું હોય તેથી ત્રીજો સમય ન કહ્યો હોય. પ્રશ્ન-૧૧ નરકગતિના જઘન્ય પ્રદેશોદય માટે પર્યાપ્ત થવાનો પ્રથમ સમય લીધો એના કરતાં ભવચરમસમય કેમ ન લીધો ? કારણકે નરકગતિ નામકર્મ બંધ કે સંક્રમથી પુષ્ટ થતું નથી અને સંપૂર્ણ આયુષ્ય દરમ્યાન ઉદય-ઉદીરણ!-અપવર્તનાથી ઘણું ભોગવાઇ ગયેલું હોય, ગોપુચ્છાકાર રચનાના કારણે એ ચરમસમયસંબંધી નિષેકમાં પણ દલિક ઘણું ઓછું હોય . ન ઉત્તર-૧૧ જઘન્ય પ્રદેશોદય માટે, માત્ર, પોતાની જ પ્રદેશસત્તા કેટલી જઘન્ય થઇ છે એ જોવાનું હોતું નથી, (અન્યથા નરકગતિ માટે ક્ષપિતકર્માશની પ્રક્રિયા વગેરે હેવાના બદલે નરકતિની વેલના કરીને પછી અસંજ્ઞીમાં અલ્પકાળ બાંધી નરકમાં જવાનું થન કરત ) કિન્તુ એ વખતે ક્તિબુકસંક્રમથી પોતાને મળતા કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી ૧૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210