________________
પરથી આ જણાય છે. પ્રશ્ન-૭નરકગતિનો ઉત્કૃષ્ટપ્રદેશોદય કોને હોય છે? ઉત્તર-૭ ચોથા ગુણઠાણાવાળો પૂર્વબદ્ધ નરકાયુષ્ક જીવ દર્શનમોહ Hપણા માટે અપૂર્વકરણાદિ કરે અને ગુણશ્રેણિરચના કરે. પછી દેશવિરતિ પામે અને ત્યારબાદ સર્વવિરતિ પામે. સર્વવિરતિની એકાન્તવૃદ્ધિવાળી ગુણશ્રેણિ રચનાની સમાપ્તિ બાદ-અંતર્મુહૂર્ત પછી સંક્લિષ્ટ થાય, મૃત્યુ પામે, નરકમાં જાય. ત્યાં ત્રણેની ગુણશ્રેણિના શીર્વોદયે નરકગતિનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય એમ મન્થકાર મહર્ષિ એ જણાવેલ છે. દર્શનમોહક્ષપણાસંબંધી ગુણશ્રેણિનો આયામ દેશ-સર્વવિરતિની ગુણશ્રેણિના આયામ કરતાં સંખ્યાતગુણહીન કહ્યો છે. એટલે અહીં પ્રશ્ન ખડો થાય છે કે પ્રથમ દર્શનમોહક્ષપણાની ગુણશ્રેણિ થતી હોય તો શેષ બે સાથે તેનું શીર્ષ ભેગું કઈ રીતે થઇ શકે? આનું એક સમાધાન એવું હોય શકે કે, દર્શનમોહક્ષપણાની ૭ મે ગુણઠાણે જે ગુણશ્રેણિથાય તેનો આયામ સંયમની ગુણશ્રેણિનાઆયામ કરતાં સંખ્યાતગુણહીન હોય. પણ ચોથે ગુણઠાણે જો ક્ષપણા થતી હોય તો એના ગુણશ્રેણિનો આયામ સંયમની ગુણશ્રેણિના આયામ કરતાં મોટો હોય જેથી એનું શીર્ષ ભેગું થઇ શકે. અથવા પહેલાં ક્રમશઃ દેશ-સર્વવિરતિ પામી પછી મિથ્યાત્વે જાય. નરકા, બાંધે અને ત્યાર બાદ સમ્યક્ત પામી દર્શનમોહાપણા કરે. કરણોની સમાપ્તિ બાદ અંતર્મુહૂર્ત સંક્લિષ્ટ બને, મરે, નરકમાં જાય. ત્યાં ત્રણેની ગુણશ્રેણિના શીર્વોદય નરકગતિનામકર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય. (આમાં વચ્ચે મિથ્યાત્વે આવવાનું એટલા માટે કહ્યું કે કેટલાક આચાર્યોના મતે બદ્ધ નરકાયુ જીવ દેશ-સર્વવિરતિ અને બદ્ધ તિર્યંચાયુ જીવ સર્વવિરતિ પામી શકતા નથી. આ વાત પંચસંગ્રહાન્તર્ગત સપ્તતિકામાં બતાવેલી છે.) પ્રશ્ન-૮ ઉપશામકને ૧૦ માં ગુણઠાણાના ચરમસમયે થયેલી ગુણશ્રેણિનો આયામ મોટો હોય કે ઉપશાંતમો ગુણઠાણે થતી ગુણશ્રેણિનો? ઉત્તર-૮ ૧૧ ગુણશ્રેણિઓના આયામ(કાળ)ની પ્રરૂપણામાં ઉપશામકની ગુણશ્રેણિનો કાળ સંખ્યાતગુણ કહે છે. પણ એ ઉપશામકની પ્રારંભકાલીન ગુણશ્રેણિના આયામની અપેક્ષાએ હોવો જોઈએ. ૧૦ માના ચરમસમયે જે કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org