________________
પામતું હોવાથી એ અપવર્ચમાન સ્થિતિઓનો પણ ઉદય હોય જ છે. આ જ રીતે સંજવલોભમાં પણ આગાલવિચ્છેદ તથા ઉદીરણા વિચ્છેદ થયો હોવા છતાં બીજી સ્થિતિમાંથી અપવર્તનાથી દલિક આવતું હોય તો એ સ્થિતિઓ નો પણ ઉદય હોવાથી ઉપશામકને ચરમાવલિકામાં એક સમયનો જઘન્ય સ્થિતિઉદય શી રીતે મળે? આવી શંકા એટલા માટે ન કરવી કે બે આવલિકા શેષે જે આગાલવિચ્છેદ થાય છે તે માત્ર ઉદીરણાથી આવતા દલિકોના નિષેધને જ નથી જણાવતો, કિન્તુ બીજી સ્થિતિમાંથી અપવર્તનથી આવતા દલિકોના નિષેધને પણ જણાવે છે. એટલે કે આગાલવિચ્છેદ થયે બીજી સ્થિતિમાંથી કોઈ દલિક પ્રથમસ્થિતિમાં આવતું નથી. “આગાલવિચ્છેદ' થી આવી વાત ફલિત કરવી એ યોગ્ય પણ છે જ, કેમકે ગુણશ્રેણિ પણ આગાલવિચ્છેદ થાય ત્યારથી બંધ થઇ જાય છે. જો આગાલવિચ્છેદ બાદ પણ બીજી સ્થિતિમાંથી અપવર્તના દ્વારા દલિક આવવાનું ચાલુ હોય તો ગુણશ્રેણિ પણ ચાલ, રહેવી જોઈએ, કારણકે ગુણશ્રેણિરચના માટેનું દલિક મુખ્યતયા અપવર્તનાથી જ આવતું હોય છે, અને એ તો હજુ ચાલુ જ છે. માટે નક્કી થાય છે કે ઉપશામકને પણ ૧૦ માની ચરમાવલિકા દરમ્યાન ઉદીરણાથી કે અપવર્તનાથી ઉપલી સ્થિતિમાંથી કોઈ દલિક આવતું હોતું નથી. અને તેથી તેને પણ માત્ર એક એક ઉદયસમયનો જ ઉદય હોય છે. તો જઘન્ય સ્થિતિઉદય તરીકે તેનો પણ ઉલ્લેખ કેમ ન કર્યો ? સમાધાન - તમારી વાત સાચી છે. પણ તેમ છતાં, ઉપર કહી ગયા મુજબ, જઘન્ય સ્થિતિસરા વિશિષ્ટ જઘન્ય સ્થિતિઉદયની અહીં વિવેક્ષા હોવાથી ઉપશામનો ઉલ્લેખ કર્યો ન હોય, કેમકે ઉપશામકને એ વખતે સ્થિતિઉદય એક સમયનો હોવા છતાં, સ્થિતિસરા અંત: કો.કો. સાગરોપમ હોવાથી જઘન્ય હોતી નથી. શંકા - આવું સમાધાન આપવું યોગ્ય નથી, કેમકે તો પછી મિથ્યાત્વની જઘન્ય સ્થિતિઉદયની પ્રરૂપણામાં ઉપશમસમ્યક્તાભિમુખ મિથ્યાત્વીને સ્વામી તરીકે જે કહ્યો છે તે પણ કહી નહીં શકાય. એ જીવને મિથ્યાત્વમોહનીયની અંત: કો. કો. સાગરોપમ પ્રમાણ દ્વિતીય સ્થિતિ હાજર હોવા છતાં માત્ર એક સમયનો (ઉદયસમયનો) જ ઉદય હોવો જણાવી જઘન્ય સ્થિતિઉદયના સ્વામી તરીકે એનો ઉલ્લેખ કર્યો છે. એ રીતે પ્રસ્તુતમાં સંજવલોભની પણ ભલેને દ્વિતીય સ્થિતિગત સ્થિતિસરા અંતઃ કો. કો. સાગરોપમ હોય, તો પણ દશમા ગુણઠાણાની ૧૭
ઉદયાધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org