________________
તો ‘આ વગર ઉદયે ઉદીરણા થઇ' એમ નહીં કહેવાય?
ઉત્તર-૫ ‘વિપાકોદય વિના ઉદીરણા ન થાય' એ નિયમ અંતરપૂરણ સિવાયની અવસ્થા માટે જાણવો. એટલે કે આ અવસ્થા સિવાય અન્યત્ર સર્વત્ર સહજ પ્રાપ્ત વિપાકોદયની સાથે જ ઉદીરણા હોય છે.
પ્રશ્ન-૬ વર્ણાદિ ૨૦ પુદ્ગલવિપાકી છે. તો ક્યા શરીરમાં કેટલી પ્રકૃતિઓનો વિપાક હોય છે ?
ઉત્તર-૬શરીરવર્ગણાઓના પુદ્દગલોમાં વર્ણાદિના જે વિભાગો હોય છે એની અપેક્ષાએ વિચાર કરીએ તો ઔદા,વૈઅને આહારશરીરમાં તો વીસે પ્રકૃતિઓનો ઉદય હોય છે. તેજસ અને કાર્પણ શરીરમાં ૫ વર્ણ, ૫ રસ અને બે ગંધનો ઉદય તો હોય જ છે. આઠ સ્પર્શમાંથી ભગવતીજીના અભિપ્રાયે તૈજસધ્ધોમાં (અનેતેથી તૈજસશરીરમાં) આઠે ય સ્પશો અને કાર્યણધમાં સ્નિગ્ધ, રૂક્ષ, શીત, ઉષ્ણ એમ ૪ સ્પશો નો ઉદય હોય છે. જયારે કર્મપ્રકૃતિની અને શતકની ચૂર્ણની અપેક્ષાએ તેજસ અને કાર્યણમાં મૃદુ-લઘુની સાથે સ્નિગ્ધ-ઉષ્ણ, સ્નિગ્ધ-શીત, રુક્ષ-ઉષ્ણ, અને રુક્ષ-શીત આ ૪ માંથી એક યુગલ એમ ૪ સ્પશો જણાવેલ છે. જો કે સ્કંધોમાં જે સ્પર્શ વગેરે હોય તે જ સ્પર્શાદિનો તે તે રીરમાં ઉદય હોય એવો નિર્ણય કરવામાં પ્રશ્ન એ ઊભો થાય છે કે ચૂર્ણની અપેક્ષાએ તૈકાશરીરમાં ચાર જ સ્પશો હોવાથી અને કર્કશ-ગુરુ તો અસંભવિત જ હોવાથી વિગ્રહગતિમાં એનો ઉદય મળશે નહીં. અને તો પછી શું એ અવોદયી થઇ જાય ? ભગવતીજીના મતે તૈજસ ધોમાં આઠેય સ્પર્શ હોવાથી આ પ્રશ્ન નથી. તેમ છતાં, તૈજસ સ્ક્વોમાં ચાર સ્પર્શો જ હોય છે એવું પ્રતિપાદન એ કાર્યગ્રન્થિક એક મત છે જેને અનુસરીને કર્મપ્રકૃતિ અને શતક બન્નેની ચૂર્ણિમાં ચાર સ્પો કહ્યા છે. પણ કાર્યગ્રન્થિક બીજો મત તૈજસ સ્ક્વોમાં આઠે ય સ્પશો માને છે, અને એને અનુસરીને આવો કોઇ પ્રશ્ન ઊભો થતો નથી.
શંકા- આવું શાના પરથી કહો છો ?
સમાધાન- જઘન્ય અનુભાગોદીરણા સ્વામિત્વ અધિકારમાં ૭૮ મી ગાથા અને તેની ચૂર્ણિમાં કર્કશગુરુનો જઘન્ય રસોદય કેલિસમુદ્ઘાતમાંથી પાછા ફરનારને મન્થાન કાળે કહ્યો છે કે જ્યારે ઔદારિકનો તો અનુદય હોય છે. વળી કાર્યણશરીરમાં તો આ બે સ્પર્શ છે જ નહીં.. માટે તૈજસશરીરમાં આ સ્પશો માનવા પડે છે. એના
ઉદયાધિકાર
૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org