________________
બીજી રીતે કહેવું હોય તો, ચરમસ્થિતિઘાત દ્વારા જે જઘન્યસ્થિતિસત્તા મળે એનાથી ઓછો સ્થિતિબંધ કરવા માટે આવશ્યક વિશુદ્ધિમાં પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિયજીવો મનુષ્યદ્રિક જ બાંધતા હોય, તિર્યચદ્ધિક નહી. અને તેથી, અધિક સ્થિતિબંધ કર્યા વગર સંજ્ઞીમાં એણે જવાનું હોય તો એ મનુષ્યમાં જ જશે, કારણકે ચરમ અંતર્મુહૂર્તમાં વિશુદ્ધિવશાત મનુષ્યપ્રાયોગ્ય બંધ કર્યો છે. તિર્યંચમાં ન જઇ શકવાથી તિર્યંચગતિનામકર્મના ઉદય-ઉદીરણા જ મળે નહીં. તેઉ૦ વાઉ૦ ને તો ગમે એટલી વિશુદ્ધિ વધે, એ તિર્યંચપ્રાયોગ્ય જ બાંધશે ને છેવટે તિર્યંચમાં જ જશે, જેથી તિર્યંચગતિનામકર્મના ઉદય-ઉદીરણા તેને મળી શકશે. તેઉ૦ વાઉ૦ માંથી સંજ્ઞી પંચેન્દ્રિયમાં જવાનું એટલા માટે કહ્યું છે કે એકેન્દ્રિય જીવ વગેરેને પ્રતિપક્ષભૂત મનુષ્યગતિ વગેરેનો જે બંધકાળ હોય છે તેના કરતાં સંજ્ઞીપંચેન્દ્રિયને તે વધુ હોય છે. એટલે સંજ્ઞીમાં ઉત્પત્તિસમયથી જ દીર્ઘકાળ સુધી તિર્યચકિન બંધાવાથી ને સત્તા નીચેથી કપાતી જતી હોવાથી સત્તા ઓર ઓછી થાય છે. સંભવિત દીર્ઘકાળ સુધી મનુષ્યદ્દિક બાંધ્યા બાદ તિર્યંચદ્દિક બાંધશે ત્યારે બંધાવલિકાના ચરમસમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા મળશે. તિર્યંચગતિ માટેની વિચારણા નીચગોત્ર માટે પણ સમાન રીતે વિચારી શકાતી હોવાથી, નીચગોત્રની જઘન્યસ્થિતિ ઉદીરણા માટે પણ જોઉ૦ વાઉ૦ માં હતસમુત્પનિક ક્રિયા સમજવી ઉચિત લાગે છે. પ્રશ્ન-૧૯ મિશ્રમોહનીયની જઘન્ય સ્થિતિઉદીરણા માટેની સ્થિતિસત્તા P/a ન્યૂન સાગરોપમ જેટલી જે કરવાની હોય છે તે એકેન્દ્રિયમાં જ કરવાની શા માટે કહી ? ઉત્તર-૧૯ કોઇપણ ભવમાં, સ્થિતિસતા ઘટતાં ઘટતાં જ્યારે સ્વપ્રાયોગ્ય જઘન્ય કરતાં પણ ઓછી થઇ જાય છે, ત્યારબાદ એ ઉદય-ઉદીરણા પ્રાયોગ્ય રહેતી નથી. ત્રસ પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસરા P/s ન્યૂન ૧૦૦૦ સાગરોપમ છે. એટલે ત્રસમાં જે સ્થિતિસતા ઘટાડવામાં આવી હોય તો આટલી ન્યૂન સતા થયા બાદ એ ઉદય-ઉદીરણા પામી જ શકે નહીં. એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાP/a ચૂત એક સાગરોપમ છે. એટલે એકેન્દ્રિયમાં સ્થિતિસતા ઘટાડવા દ્વારા આટલી થાય ત્યાં સુધી ઉદય-ઉદીરણા થઈ શકવાથી જઘન્ય સ્થિતિ ઉદય-ઉદીરણા મળી શકે છે. ૧૪૫
ઉદીરાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org