________________
ગુણઠાણાનો કાળ જ એટલો છે. આ એક મત કહ્યો.
બીજો મત એમ ક્હ છે કે જઘન્યથી પણ અંતર્મુકાળ હોય છે, કેમકે લોભને ઉપશમાવવા માટે પ્રવૃત્ત થયેલા જીવનું, ઉપશમક્રિયા પૂર્ણ થયા બાદ અંતર્મુ પહેલાં મૃત્યુ થતું નથી એવો વૃદ્ધવાદ (પરંપરા પ્રાપ્ત સંપ્રદાય ) છે. ઉત્કૃષ્ટથી તો આ મતે પણ અંતર્મુ કાળ જ છે જે જઘન્યકાળ કરતાં વિશેષાધિક છે. આવી વાત શ્રી જીવાભિગમમાં ૨૬૧ મા સૂત્રની વૃત્તિમાં દેખાડી છે. કાર્યપ્રન્થિકો તો પ્રથમ મતને જ સ્વીકારે છે એ જાણવું.
પ્રશ્ન-૧૫ સ્થિતિબંધ, સ્થિતિઘાત અને રસઘાતનો કાલ જે અંતર્મુહ પ્રમાણ કહેવાય છે તે આવલિકા કરતાં નાનો છે કે માટો ?
ઉત્તર-૧૫ એક મુર્ત્તમાં ૧૬૭૭૭૨૧૬ આવલિકા હોય છે એવું પ્રતિપાદન શાસ્ત્રમાં મળે છે. એક આઠમા ગુણઠાણે પણ ઉત્તરોત્તર સ્થિતિબંધમાં ઘટાડો પલ્યોપમના સંખ્યાતમા ભાગ જેટલો થાય છે. એટલે કે એક પલ્યોપમ જેટલો સ્થિતિબંધ ઘટાડવા માટે સંખ્યાતા સ્થિતિબંધ પસાર કરવા પડે છે. વળી, આઠમા ગુણઠાણાના પ્રથમ સમયે જેટલો સ્થિતિબંધ હોય છે તેના કરતાં તેના ચરમસમયે એ સંખ્યાતગુણહીન હોય છે. એટલે કે આઠમા ગુણઠાણાના અંતર્મુ કાળમાં સંખ્યાતા સાગરોપમ જેટલો સ્થિતિબંધ ઘટાડવાનો હોય છે. એક એક સાગરોપમમાં દસ કોડા કોડી પલ્યોપમ હોવાથી અંતર્મુ કાળમાં સંખ્યાતા કો. કો. પલ્યોપમ જેટલો સ્થિતિબંધ ઘટાડવાનો હોય છે. એટલે કે એના કરતાં પણ સંખ્યાતગુણ અપૂર્વસ્થિતિબંધ પસાર કરવા આવશ્યક છે. હવે, એનો કાળ તો ૧૬૭૭૭૨૧૬ આવલિકા કરતાંય ઓછો જ છે. માટે જણાય છે કે એક એક અપૂર્વસ્થિતિબંધ વગેરેનો કાળ આવલિકાના સંખ્યાતમા ભાગે હોય છે.
જયધવલાકાર વગેરે દિગંબર ગ્રન્થકારોએ એક મુહૂર્તમાં સંખ્યાતા કો. કો. આવલિકાઓ જે દેખાડી છે તેની અપેક્ષાએ આ સ્થિતિબંધ વગેરેનો કાળ સંખ્યાતી આવલિકા ઘટે છે. પૂર્વોક્ત આવલિકા અને આ આવલિકા એ બન્નેનું નામ સમાન હોવા છતાં આ આવલિકાનો કાળ પૂર્વોક્ત આવલિકાના કાળ કરતાં સંખ્યાતાકોડમા ભાગનો હોય છે એ જાણવું.
પ્રશ્ન-૧૬ ઉપશમશ્રેણિમાં પુ.વેદનો ચરમબંધ ૧૬ વર્ષનો હોય છે ત્યારે સંજવકષાયોનો બંધ કેટલો હોય છે ?
૧૫૮
Jain Education International
For Private & Personal Use Only
ઉપશમનાણ
www.jainelibrary.org