Book Title: Karm Prakruti Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Mumbai

Previous | Next

Page 179
________________ તપન્ના અનિવૃત્તિકરણના અધ્યવસાયો એક હોવા સંભવતા નથી. વળી ઉપશામક’ કરતાં સપના સ્થિતિબંધ-રસબંધ વગેરેમાં પણ ઘણું તારતમ્ય હોય છે. માટે જણાય છે કે બન્નેના અનિવૃત્તિકરણના અધ્યવસાયો સમાન હોવા સંભવતા નથી પણ જુદા જ હોય છે. કષાયપ્રાભૃતચૂર્ણિમાં પણ ઉપશામકના અનિવૃત્તિકરણની અપેક્ષાએ લપકનું અનિવૃત્તિકરણ સંખ્યામાં ભાગ પ્રમાણ જ હોવું સ્પષ્ટ અક્ષરો દ્વારા કહ્યું છે. માટે એ બેના અધ્યવસાયો જુદા જ હોય છે એ સ્વીકારવું. પ્રશ્ન-રર આયુષ્ય બાંધ્યા વગર જ જેઓ દર્શનમોહને ખપાવે છે તેઓ આગળ શું ક્ષપકશ્રેણિ અવશ્ય માટે જ છે કે કોઇ અટકે પણ ખરા? જો અટકે તો પછી દેવાયુ બાંધે કે નહી? ઉત્તર-રર કર્મપ્રકૃતિ ચૂર્ણિમાં ઉપશમનાકરણમાં દર્શનમોહક્ષપણાધિકારમાં અંતે જણાવ્યું છે કે “જો અબદ્ઘાયુષ્ક હોય તો ક્ષપકશ્રેણિ જમાડે છેપણ તેમાં આટલો અપવાદ છે કે “જો જિનનામની સત્તાવાળો ન હોય તો.” જો પૂર્વે જિનનામ નિકાચિત ન કર્યું હોય તો ક્ષપકશ્રેણિ માંડે. પણ જો નિકાચિત કર્યું હોય તો અબદ્ઘાયુષ્ક હોય તો પણ તેને એ ભવમાં ક્ષપકશ્રેણિનો અસંભવ હોઇ એ અવશ્ય વિરામ પામે જ છે. એવો જીવ પછી કાલાન્તરે દેવાયુ પણ અવશ્ય બાંધે જ છે. તેથી જ કાયિક્સમ્યક્ત માર્ગણામાં ૪ થી ૭ ગુણઠાણે દેવાયુબંધનું પણ પ્રતિપાદન છે. આ પ્રતિપાદન ૪ ભવિક ક્ષાયિકસત્ત્વની અપેક્ષાએ છે એમ કહી શકાતું નથી, કેમકે ૪ ભવિકલાયિન્સગન્લી જીવોદેવાયુનો બંધ બીજા ભવમાં યુગલિકપણામાં કરે છે જયાં ૫, ૬, ૭ ગુણઠાણા હોતા નથી. વળી શ્રી દુષ્પસહસૂરિમ. વગેરે જેવા પાંચ ભવવાળા સાયિસમ્યફ્તીઓની અપેક્ષાએ એ પ્રતિપાદન છે એવું સમાધાન પણ કરવું યોગ્ય નથી, કેમકે એવા ક્ષાયિકસભ્યત્વી કદાચિત્ન હોઈ તે ભાવને કેટલાક આચાર્યભગવંતો અપવાદરૂપ જ માને છે, વળી કેટલાક આચાર્યભગવંતો તો સાયિકસમ્યકત્વીને ૪ થી વધુ ભવ હોય જ નહી એવું માને છે. સાયિકસમ્યક્નમાર્ગણામાં દેવાયુના જયેષ્ઠસ્થિતિબંધમાં જયેષ્ઠ અબાધા પણ નિકાચિત જિનનામકર્મવાળા જીવોની અપેક્ષાએ મળી શકે છે. કહેવાનો આશય એ છે કે લામિક્સખ્યત્ત્વની માર્ગણામાં દેવાયુબંધના પ્રતિપાદનનું સમાધાન પાંચભવિકલાયિગફ્તીની અપેક્ષાએ કરવાનું હોય તો દેવાયુનોઉત્કૃષ્ટસ્થિતિબંધ કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૧૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210