________________
શેષ સંપૂર્ણ લોક આત્મપ્રદેશોથી વ્યાપ્ત થઇ ગયો હોય છે. માટે વ્યાપ્તક્ષેત્ર દેશોનલોક હોય છે. આ વખતનો આકાર ‘પ્રતર' કહેવાય છે. આ કેવલીસમુદ્ઘાતમાં પહેલાં પાંચ સમયોમાં સમયે સમયે સ્થિતિઘાત રસઘાત હાજર હોવાથી કોનું મંથન (ખંડન) થતું હોય છે. તેથી એ પાંચ સમયોમાં મધ્યવત્તી એવા ત્રીજા સમયે ‘મન્થાન કરે છે’ એવો શાસ્ત્રમાં નિર્દેશ આવે છે. (૨સઘાત સામાન્યથી અંતર્યુ. અંતર્યુ. કાળમાં થાય છે. પણ આ પાંચ સમયોમાં સમયે સમયે થાય છે. અને પછી પાછો અંતર્મુ. કાળે થાય છે. એ સમયે દ્વિતીયસમયના કપાટને ઘન કરે છે, એટલે કે તેના જેવા આકારવાળા ક્ષેત્રને વ્યાપીને આત્મપ્રદેશો રહે છે. (એટલે કે તેનો આકાર લગભગ લોકપુરુષ જેવો થઇ જાય છે.) ત્રીજા સમયની પ્રક્રિયામાં વપરાયેલા ‘મન્થાન’ શબ્દનો ‘દહીંનું વલોણું કરનાર રવૈયો એવો જે અર્થ કરવામાં આવે છે તે યોગ્ય નથી લાગતો, કેમકે એમાં તો માત્ર બે કપાટ જેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોવાથી લોકના અસં.મા ભાગનું ક્ષેત્ર જ વ્યાપ્ત થાય, દેશોનલોક જેટલું નહિં. નિષ્કુટ વગેરે પ્રદેશો લોક્ના અસં.મા ભાગ જેટલા પ્રમાણવાળા હોય છે. તે પણ ૪ થે સમયે પૂરાઇ જવાથી સંપૂર્ણલોક આત્મપ્રદેશોથી વ્યાપ્ત થઇ જાય છે. પાંચમા સમયે ત્રીજા સમયની જેમ દેશોનલોક, છઠ્ઠા સમયે બીજા સમયની જેમ કપાટ હોવાથી લોકનો અસં.મો ભાગ અને ૭ મા સમયે પ્રથમસમયની જેમ દંડાકાર થવાથી લોક્નો અસં.મો ભાગ વ્યાપ્ત હોય છે. આઠમા સમયે સ્વશરીરસ્થ થઇ જાય છે.
આમાં સાતમા સમયે કપાટનું સંહરણ હોઇ પ્રશમરતિ વગેરે ગ્રન્થોમાં ઔદારિકમિશ્ર કાયયોગ હોવાનું પ્રતિપાદન છેજયારે દિગંબરો એ વખતે દંડાકાર હોઇપ્રથમસમયવત ઔદા.કાયયોગ માને છે. આઠમા સમયે દંડનું સંહરણ થઇ જવાથી શરીરસ્થ થઇ જવા છતાં તેની સમુદ્દઘાતના સમય તીક પરિગણના કરવી એ ન્યાય છે. દિગંબરો તેની સમુદ્દાતના સમય તરીકે ગણતરી કરતાં નથી અને તેથી કેવલીસમુદ્ઘાતને ૭ સમયનો જ માને છે. પણ એમાં પન્નવણા વગેરે ગ્રન્થોનો વિરોધ થતો હોઇ એની ઉપેક્ષા કરવામાં આવે છે. બહુશ્રુતોએ આ બાબતમાં શ્રુતાનુસારે યોગ્ય વિચાર કરવો.
પ્રશ્ન-૨૪ શુભપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગદેશોપશમના કોને હોય છે ? ઉત્તર-૨૪ સામાન્યથી એ અપૂર્વકરણે કહી છે. આના પર વિશેષ વિચાર કરીએ તો આવુંલાગે છે કે શાતા, ઉચ્ચગોત્ર અને યશનામની ઉત્કૃષ્ટઅનુભાગ દેશોપશમના
કર્મપ્રકૃતિ
પ્રશ્નોત્તરી
Jain Education International
For Private & Personal Use Only
૧૬૬
www.jainelibrary.org