Book Title: Karm Prakruti Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Mumbai

Previous | Next

Page 183
________________ ( ઉદયાધિકાર પ્રશ્ન-૧ અનંતાનુબંધી વિસંયોજના વગેરેની ગુણશ્રેણિનું શીર્ષ મિથ્યાત્વકે મિશ્ર અવસ્થામાં મળી શકે? ઉત્તર-૧ ના, એ શીર્ષ મિથ્યાત્વ મિશ્ર અવસ્થામાં મળે નહીં, કારણકે પ્રથમની ૩ (સમ્યત્ત્વોત્પાદ, દેશવિરતિ, સર્વવિરતિની) ગુણશ્રેણિઓ માટે જ મિથ્યાત્વે જઇ અપ્રશસ્તમરણથી મરી અન્યભવગમન હોવું કહ્યું છે. શંકા- આ ૩ ગુણશ્રેણિઓ માટે જ આ જે કહ્યું છે અને શેષગુણશ્રેણિઓ માટે એનો જે નિષેધ કર્યો છે તે અપ્રશસ્તમરણ અંગે જાણવું. એટલે કે શેષ ગુણશ્રેણિઓનું શીર્ષ પણ ભોગવાઇને એ ગુણશ્રેણિઓ ક્ષીણ ન થઇ જાય ત્યાં સુધી અપ્રશસ્ત મરણ ન થાય. (છતાં યથાસંભવ પ્રશસ્તમરણ થઇ શકે છે.) પણ એ ગુણશ્રેણિઓ ક્ષીણ ન થાય ત્યાં સુધીમાં મિથ્યાત્વે કે મિથે પણ જીવ ન જાય એવું શા માટે માનવું? સમાધાન- અનંતા.વિસંયોજના વગેરેની ગુણશ્રેણિઓ તીણ થયા પૂજેમ અપ્રશસ્ત મરણ થતું નથી તેમ મિથ્યા કે મિશ્ર ગુણઠાણું પણ આવતું જ નથી. જો એ આવી શકતું હોત તો, મિથ્યાત્વે મિશ્રના ઉત્કૃષ્ટપ્રદેશોદયના સ્વામિત્વના અધિકારમાં માત્ર દેશવિરતિ-સર્વવિરતિની ગુણશ્રેણિનો શીર્વોદય ન કહેતાં પાંચ સંઘયણની જેમ આ બે ગુણશ્રેણિના શીર્ષ સાથે અનંતા ૪ વિસંયોજનાના ગુણ શ્રેણિનું શીર્ષ પણ જયાં મળે તે સ્થાન કહેત. પણ એ કહ્યું નથી. આથી જણાય છે કે અનંતા વિસંયોજનાની ગુણણિના શીવદયકાળે મિથ્યાત્વ કે મિશ્રનો ઉદય હોતો નથી. અનંતા ૪ની વિસંયોજના વગેરે થયા બાદ પણ અંતર્મુશ્કાળ સુધી ઉત્તરોત્તર અનંતગુણ-અનંતગુણ વિશુદામાન અધ્યવસાયો હોય છે અને ત્યાં સુધી ગુણશ્રેણિરચના ચાલુ હોય છે. આમાં ચરમસમયે એની વિશુદ્ધિ એટલી બધી થઇ ગઇ હોય છે કે જેથી એ સમયે થયેલી ગુણશ્રેણિનું શીર્ષ ઉદય પામે એ પહેલાં મિથ્યાત્વે કે મિશ્ર ગુણઠાણે જવા જેટલો સંલેશ આવી શક્તો નથી. પ્રશ્ન-૨ પ્રથમ ૩ ગુણશ્રેણિઓ અપ્રશમરણથી મરીને અન્યગતિમાં જનારને પણ હોય છે આવું કહ્યું છે એમાં ત્રીજી ગુણશ્રેણિતરી યથાપ્રવૃત્તસંયતગુણશ્રેણિ હી છે. તો આ યથાપ્રવૃતસંયતગુણશ્રેણિ શું છે? કર્યપ્રકૃતિ-પ્રશ્નોત્તરી ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210