________________
પણ એનો યથાપ્રવૃત્તસંક્રમ કહ્યો હોય એમ લાગે છે. આમ તો યથાપ્રવૃત્તસંક્રમનો ભાગહાર પણ P/a છે. પણ એ સામાન્યથી સંસારબદ્ધ દલિક માટે છે. અને સંસારબદ્ધ દલિકમાં સામાન્યથી કોઇપણ કાળે પૂર્વના P/a જેટલો સમયોમાં બંધાયેલું દલિક મુખ્યતયા હોય છે, એ પૂર્વ બંધાયેલું દલિક બહુ જ હીન-હીનતર હોય છે. એટલે યથાપ્રવૃત્તસંક્રમ માટે સામાન્યથી કહી શકાય કે પ્રતિસમય એક સમયપ્રબદ્ધ જેટલું દલિક સંક્રમે છે જે પ્રસ્તુતમાં સંગત હોવાથી પ્રસ્તુતમાં યથાપ્રવૃત્તસંક્રમ કહ્યો છે.
પ્રશ્ન-૧૯ ‘અનિવૃત્તિકરણે દેશોપશમના,નિત્તિ અને નિકાચના અટકે છે” આનો અર્થ શું ?
ઉત્તર-૧૯ હવે કો માં નવા દેશોપશમના વગેરે થતા નથી, અને જે દલિકોમાં પૂર્વે દેશોપશમના વગેરે પ્રવને લા હોય તે પણ નાબુદ થાય છે. એટલે કે જે દલિકો દેશોપશાંત, નિદ્ધત્ત કે નિકાચિત થયેલ હોય તે દલિકોમાંથી તે દેશોપશાંતતા વગેરે પરિણામ નીકળી જાય છે. એટલે હવે એ દિલકોના પણ સંક્રમ વગેરે સંભવિત બનવાથી ક્ષય થઇ શકે છે. અન્યથા નિકાચિત થયેલ દલિકોમાં તો અપવર્તના પણ લાગતી ન હોવાથી એ દલિકોનો સ્થિતિઘાત વગેરે કાંઇ થઇ શકે નહી, અને તેથી નાશ પણ થઇ શકે નહીં. વળી એટલે જ આ ક્લ્પના પણ કરવી આવશ્યક લાગે છે કે અનિવૃત્તિકરણ પૂર્વે પણ સ્થિતિઘાત વગેરે દ્વારા ઘાત્યમાન ખંડના નિષેકોમાંના દલિકોમાંથી પણ આ પરિણામો નીકળી જતા હોવા જોઇએ. વળી જઘન્યસ્થિતિદેશોપશમના ઉદ્દવલ્યમાન ૨૩ પ્રકૃતિઓ માટે, જે ચરમ ઉવેલાતો ખંડP/a પ્રમાણ હોય છે એટલી હી છે તેમાં પણ આ પ્રશ્ન ઊભો થાય છે કે જયારે ચરમખંડ ઉઘેલાવો શરુ થાય ત્યારે જ એટલી સત્તા હોવાથી ત્યારે જ જો એ દેશોપશમના થતી હોય તો દેશોપશાંત થયેલ દલિકોમાં હવે અંતર્મુસુધી સંક્રમ વગેરે કરણ લાગુ પડી ન શકવાથી એ ખંડ સર્વથા ખાલી જ નહીં થાય. એટલે ચિરમ વગેરે ખંડ ઉઘેલાતો હોય ત્યારે ઉપર મુજબ એની તો દેશોપશમના થતી ન હોવાથી આ ચરમખંડ જેટલી જઘન્ય દેશોપશમના એ વખતે થાય અને ચરમખંડ ઉવેલવાનો અવસર આવે ત્યારે એ પરિણામ નીકળી જાય એમ માનવું પડે. અથવા તો દેશોપશમના પરિણામને ટકવાનો જે જઘન્યકાળ હોય, ચરમખંડ ઉઘેલાય એ પૂર્વે એટલા કાળ પહેલાં જ ચરમખંડમાં ચરમદેશોપશમના થઈ હોય જે ચરમખંડને કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
Jain Education International
For Private & Personal Use Only
૧૬૨
www.jainelibrary.org