________________
આમાં ઉપશાંત અદા કરતાં અંતરને સંખ્યાતગુણ કહેલ છે એટલે જણાય છે કે અંતરનો સંખ્યાતમો ભાગ પસાર થાય ત્યાં સુધી જ દર્શનમોહ ઉપશાંત રહે છે. એટલે કે ઉપશમસમ્યક્ત ટકે છે. પછીના સમયે જે પેજનો ઉદય થવાનો હોય તેને ઉદયસમયથી અને શેષ બેને ઉદયાવલિકા બહારથી અંતરમાં ગોપુચ્છાકારે ગોઠવે છે. સાસ્વાદને જનારને આ ઉપશાંત અદ્ધા જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા જેટલો કાળ શેષ હોય ત્યારે અનંતાનો ઉદય થાય છે. આવો કપાયાભૂતચૂર્ણિને અભિપ્રાય જાણવો. તત્ત્વ કેવલિગમ વળી અહીં ગુણશ્રેણિ આયામ કરતાં ઉપશાંત અદ્ધાને સંખ્યાતગુણ કહેલ છે એટલે જણાય છે કે ઉપશમસમ્યત્ત્વના કાળનો સંખ્યાતમો ભાગ પસાર થઈ જાય ત્યાં સુધીમાં ગુણશ્રેણિશીર્ષ નિર્જીર્ણ થઈ જાય છે. તેથી મિથ્યા ગયા બાદ આ ગુણશ્રેણિ મળી શકે નહીં. જ્યારે કર્મપ્રકૃતિના ઉદયાધિકારની ૧૦મી ગાથામાં પ્રથમ ત્રણ ગુણશ્રેણિઓ મિથ્યા ગયેલાને પણ મળે છે એમ જણાવવા દ્વારા આ ગુણશ્રેણિની મિથ્યા ગયા બાદ પણ વિદ્યમાનતા જણાવી છે. તત્વ કેવલિગમ્યમ. પ્રશ્ન-૧૦ અનંતા.વિસંયોજનામાં ર૪ ની સત્તા ક્યારે થાય? ઉત્તર-૧૦ અનંતા વિસંયોજનમાં અંતરકરણ હોતું નથી.અનિવૃત્તિકરણે ઉલનાનુવિધ ગુણસંક્રમ હોય છે. અનિવૃત્તિકરણના ચરમસમયે ચરમખંડનો ચરમપ્રક્ષેપ થાય છે. આ ચરમખંડનો ચરમપ્રક્ષેપ ઉદયાવલિકાની ઉપરની સ્થિતિઓમાંથી થતો હોવાથી ઉદયાવલિકા ઉકરાતી નથી. એ સ્તિબુકસંક્રમથી ભોગવવાની રહે છે. એટલે અનિવૃત્તિકરણ પછી એ શેષ આવલિકાના ચરમસમયે ર૪ ની સત્તા મળે એમ માનવું યોગ્ય લાગે છે. પ્રશ્ન-૧૧ દર્શનમોહક્ષપણા સંબંધી ગુણશ્રેણિની રચના ક્યારથી શરુ થાય અને કયાં સુધી ચાલે ? ઉત્તર-૧૧ લપણા માટે અપૂર્વકરણ કરે તેના પ્રથમસમયથી ગુણશ્રેણિરચના ચાલુ થાય છે અને જીવક્તકરણ થાય (અનિવૃત્તિકરણ પૂર્ણ થાય ત્યારબાદ પણ એકાંત વિશુદ્ધયમાનતાના અંતર્મુસુધી એ ચાલે છે. (અનંતા, વિસંયોજનામાં પણ આ જ પ્રમાણે જાણવું) એકાંત વિશુદ્યમાનતાનો આ કાળ પૂર્ણ થયા પછી જ જીવ
૧૫૭
ઉપશમનાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org