________________
શુભાશુભ કોઇપણ વેશ્યાવાળો થઈ શકે છે તેમજ અન્યગતિમાં જઇ શકે છે એમ જણાય છે. પ્રશ્ન-૧ર શ્રેણિમાં અંતર પડી ગયા પછીના સમયથી કયા ૭ અધિકારો પ્રવર્તે છે? ઉત્તર-૧ર (૧) મોહનીયમાં આનુપૂવી સંક્રમ, (૨) સંજવલોભનો અસંકામ, (૩) બધ્યમાન કમોંમાં ૬ આવલિકા બાદ ઉદીરણા, (૪) મોહનીયનો ૧ઠા. બંધ અને ઉદય, (૫) નપુંસકવેદની ઉપશમના(ક્ષપણા)નો પ્રારંભ (૬) મોહનીયના સંખ્યાતવર્ષ બંધ-ઉદીરણા અને (૩) મોહનીયમાં નવો-નવો બંધ સંખ્યાતગુણહીન- શેષમાં અસં ગુણહીન. આ પ્રમાણે ૭ અધિકારો કર્મપ્રકૃતિ ચૂર્ણિમાં દર્શાવ્યા છે. પંચસંગ્રહમાં, મોહનીયના સંખ્યાતવર્ષબંધ અને સંખ્યાત વર્ષની ઉદીરણા આ બેને સ્વતંત્ર અધિકાર તરીકે જણાવેલ છે અને નવો નવો જે સંખ્યાતગુણહીનબંધ થાય છે તેને સ્વતંત્ર ગણાવેલ નથી. કપાયખાભૂતાચૂર્ણિમાં પણ ઉત્તરોત્તર સંખ્યાતગુણહીનબંધને જુદા અધિકાર તરીકે કહેલ નથી, કિન્તુ મોહનીયના ૧ઠા. ઉદયને સ્વતંત્ર અધિકાર તરીકે જણાવેલ છે. તેમ છતાં, જયાં જેને સ્વતંત્ર અધિકાર તરીકે કહેલ નથી ત્યાં પણ તેનો અન્ય અધિકારમાં સમાવેશ તો કરી જ દીધો છે એટલે પદાર્થમાં કોઇ મતાન્તર નથી એ જાણવું. પ્રશ્ન-૧૩ દસમા ગુણઠાણે કેટલા અધ્યવસાયો હોય છે? ઉત્તર-૧૩ જેમ નવમા અનિવૃત્તિકરણગુણઠાણે મુક્તાવલિ સંસ્થિત અધ્યવસાયો હોવાથી અંતર્મુના સમય પ્રમાણ જ અધ્યવસાયો હોય છે એમ અહીં પણ જાણવું. શ્રી ભગવતીજી સૂત્રમાં અંતર્મુના સમયપ્રમાણ કહ્યા છે. કેટલાક આચાર્યોનું કહેવું એવું છે કે “ક્ષપક, ઉપશમશ્રેણિ આરોહક અને ઉપશમશ્રેણિઅવરોહકને આ ગુણઠાણે ક્રમશ: અનંતગુણ-અનંતગુણ સંલેશ હોવાથી તેઓના અધ્યવસાયો ભિન્ન હોવા સંભવે છે. માટે દસમા ગુણઠાણાના અંતર્મુ કાળના સમય કરતાં ત્રણગણા અધ્યવસાયો દસમા ગુણઠાણે હોય છે. પ્રશ્ન-૧૪ ઉપશાનમોહગુણઠાણાનો જઘન્ય અને ઉત્કૃષ્ટકાળ કેટલો હોય? ઉત્તર-૧૪ ઉપશાન્તકષાય અવસ્થા સાદિ સાત્ત છે. જઘન્યથી એક સમય માટે હોય છે. બીજે સમયે મૃત્યુ થવાથી ચોથે ગુણઠાણે જાય જ્યાં અવશ્ય કોધાદિનો ઉદય હોવાથી સકષાય અવસ્થા હોય છે. ઉત્કૃષ્ટકાળ અંતર્મુ હોય છે, કારણકે અગ્યારમાં
કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
૧૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org