________________
૫૨,૫૩ નું સ્થાન મળશે.
કદાચ, ત્રીજા સમયે ઉત્પત્તિસ્થાને જીવ પહો ચ્યો, અને ચોથા સમયે એણે આહાર ગ્રહણ કર્યો એમ વ્યવહારનયને આગળ કરીએ તો ગ્રન્થકારે આવા અભિપ્રાયથી કહ્યું હોય .
અન્યત્ર ગ્રન્થમાં બીજા સમયે ઉત્કૃષ્ટ અનુભાગોદીરણા કહી છે. એટલે તત્ત્વ કેવલિગમ્ય છે.
પ્રશ્ન-૨૭ છેવડું સંઘયણનો જઘન્ય અનુભાગ ઉદીરક કોણ હોય છે. ? ઉત્તર-૨૭ સંઘયણ-સંસ્થાન પુદ્દગલવિપાકી પ્રકૃતિઓ છે. પુદ્દગલવિપાકી પ્રકૃતિઓની જઘન્ય અનુભાગઉદીરણા સામાન્યથી ભવપ્રથમસમયે હોય છે. વળી અશુભપ્રકૃતિની જઘન્ય અનુભાગઉદીરણા યથાસંભવ વિશુદ્ધિમાં થાય છે. નારકી સિવાયના ત્રણ આયુષ્ય શુભ હોવાથી, સામાન્યથી જેટલા દીર્ઘ એટલી વિશુદ્ધિ વધુ હોય છે. તેથી કમ્મપયડી ચૂર્ણિમાં છેવઠા સંઘયણના જઘન્ય અનુભાગોદીરક તરીકે બાર વર્ષાયુષ્ય ઋજુગતિથી ઉત્પન્ન થયેલ પ્રથમ સમયવર્તી બેઇન્દ્રિયને જણાવેલ છે.
કર્મપ્રકૃતિની બન્ને ટીકોઓમાં તેમજ પંચસંગ્રહની વૃત્તિઓમાં આના સ્વામી તરીકે બારમા વર્ષે વર્તમાન બેઇન્દ્રિયને જે કહ્યો છે તેનો અભિપ્રાય શું છે ? એ બહુશ્રુતો જાણે. અન્ય સંઘયણ-સંસ્થાનના જઘન્યરસોદીરક તરીકે તો ત્યાં પણ ભવપ્રથમસમયવત્તી જીવ જ કહ્યા છે.
પ્રશ્ન-૨૮ અવધિદ્ધિનો જઘન્ય રસોટીરક કોણ છે ?
ઉત્તર-૨૮ અવધિલબ્ધિરહિત ચતુર્ગતિક મિથ્યાત્વી સંક્લિષ્ટ જીવને એનો સ્વામી કહ્યો છે. અસંજ્ઞીમાંથી દેવ-નરકમાં ગયેલા જીવો અપર્યા૰અવસ્થામાં અવધિલબ્ધિ રહિત હોય છે. પણ એ વખતે સર્વસંક્લિષ્ટ અવસ્થા હોતી નથી. એ તો પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. તેથી, પર્યાપ્ત અવસ્થામાં પણ કેટલાક દેવ-નારકી અધિશૂન્ય હોય છે એમ માનવું એ કે સામાન્યથી ચતુર્ગતિનો ચૂર્ણિ-ટીકામાં ઉલ્લેખ હોવા છતાં સર્વસંક્લિષ્ટ મનુ૦ તિર્યં ચને જ એના સ્વામી માનવા એ યોગ્ય છે તે કેવલિગમ્ય છે.
પ્રશ્ન-૨૯ મિથ્યાનો જઘન્યરસોદીરક પછીના સમયે સંયમસહિત સમ્યક્ત્વ જે પામે છે તે ક્યું હોય છે ?
૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
ઉદીરાણ
www.jainelibrary.org