________________
ક્ષાયિક્સમ્યક્ત્વી કે મોહનીયની ૨૨ ની સત્તાવાળા પૂર્વબદ્ધાયુષ્ય વેદસમ્યક્ત્વી ને હોય છે ” એવું જણાવ્યું છે. ૩૧ નું તથા ( ઉદ્યોત રહિત) ૩૦ નું ઉદયસ્થાન તો પર્યા૦ અવસ્થામાં હોય છે, માટે તેમાં ત્રણે સમ્ય૦ ઘટી શકે છે. પણ પ્રસ્તુતમાં તેનો
અધિકાર નથી.
સિદ્ધાન્તનો અભિપ્રાય એવો જાણવા મળ્યો છે કે સમ્યક્ત્વને સાથે લઇને જીવ સંધ્યેય વર્ષ આયુષ્યવાળા તિર્ય ચોમાં પણ ઉત્પન્ન થઇ શકે છે.
પ્રશ્ન-૬ અપૂર્વકરણના ચરમસમય સુધી જે સ્થિતિખંડોનો ઘાત થાય છે તેઓમાં રહેલા નિકાચિત દલિકોનું શું થાય છે ?
ઉત્તર-૬ જેમ અપૂર્વકરણમાં અંતે સત્તાગતસર્વદલિકોની નિકાચના નીકળી જાય છે, એટલે કે નિકાચિતદલિકોનું નિકાચિતપણું ચાલ્યું જાય છે તેમ અપૂર્વકરણના ચરમસમય સુધી ઘાત્યમાન સ્થિતિખંડોમાં રહેલા દલિકોનું નિકાચિતપણું પણ તે તે સ્થિતિઘાતના હેતુભૂત પરિણામોથી દૂર થઇ જાય છે. અથવા તો એવું માનવું કે તે સ્થિતિખંડોમાં પહેલેથી જ નિકાચિત દલિકો હતા જ નહિ. આ બેમાંથી એક વિક્લ્પ સમાધાન કરવું.
પ્રશ્ન-૭ દર્શનત્રિકની ઉપશમના થયા પછી કયા કરણો પ્રવર્તે છે અને ક્યા પ્રવર્તતા નથી?
ઉત્તર-૭ કોઇ પણ મોહનીયપ્રકૃતિનો સર્વોપશમ થયા પછી તેનો બન્ધ હોતોનથી, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. એટલે કે દર્શનમોહનીયમાં બંધનકરણ પ્રવર્તતું નથી. મિથ્યાત્વનો મિશ્ર અને સમ્યક્ત્વમાં તેમજ મિશ્રનો સમ્યક્ત્વમાં સંક્રમ હોય છે. એમાં મિથ્યાત્વ અને મિશ્રનો પ્રકૃતિ-રસ-પ્રદેશ એમ ત્રણે પ્રકારનો સંક્રમ હોય છે. અન્યપ્રકૃતિની સમાનસ્થિતિમાં સંક્રમવા રૂપ સ્થિતિસંક્રમ હોય છે, અપવર્તનારૂપ સ્થિતિસંક્રમ પ્રાય: હોતો નથી, પણ બહુશ્રુતો પાસેથી તેનો નિર્ણય કરવો. ઉદ્દવર્તના, ઉદીરણા, દેશોપશમના, નિધત્તિ, નિકાચના અને ઉદય હોતા નથી. સત્તા તો હોય છે. સમ્યક્ત્વમોહનીયમાં તો માત્ર અપવર્તના જ હોય છે, અને તે પણ રસની જાણવી. સ્થિતિની અપવર્તના તો પ્રાય: હોતી નથી. પ્રશ્ન-૮ સમ્યક્ત્વપ્રાપ્તિ માટેના યથાપ્રવૃત્તકરણના પણ અંતર્યુ પહેલાંથી જ જીવ એવો વિશુદ્ધિવાળો બનતો જાય છે કે જેથી શાતા વગેરે પરાવર્તમાન શુભ
કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી
Jain Education International
For Private & Personal Use Only
૧૫૪
www.jainelibrary.org