________________
(ઉપશમના કરણ પ્રશ્ન-૧ પ્રથમ સમ્યોત્પાદનમાં કહેલ ઉપશમલબ્ધિ વગેરે શું છે? ઉત્તર-૧ ઉપશમાવવાની યોગ્યતા એ ઉપશમલબ્ધિ, ગુરુ ઉપદેશ પામવાની યોગ્યતા એ ઉપદેશલબ્ધિ અને અંતરંગકારણોની પ્રાપ્તિ એ પ્રાયોગ્યલબ્ધિ આવી વ્યાખ્યા ટીપ્પણકાર શ્રી મુનિચન્દ્ર સૂરિ મહારાજે આપેલ છે. આના પર વિચાર કરતાં એવું લાગે છે કે અર્ધપુદ્ગલપરાવર્ત કરતાં સંસારકાળ ઓછો રહેવો અને તેથી કમની જયોપશમ થવાની યોગ્યતા હોવી એ ઉપશમલબ્ધિ હશે. વિનય-જિજ્ઞાસા વગેરે પ્રજ્ઞાપનીયતા હોવી એ ઉપદેશલબ્ધિ હશે અને અંતરંગકારણભૂત અનુકંપાઅકામનિર્જરા-અંત: કો. કો. સ્થિતિસરા વગેરે પ્રાયોગ્યલબ્ધિ હશે. પ્રશ્ન-૨ યથાપ્રવૃત્તકરણને પૂર્વપ્રવૃત્તકરણ શા માટે કહેવાય છે? ઉત્તર-૨ અપૂર્વકરણમાં સ્થિતિઘાત વગેરે જે અપૂર્વ ચીજો હોય છે તે એકેય યથાપ્રવૃત્તકરણમાં હોતી નથી. માત્ર પૂર્વે ક્યારેક સંસારકાળ દરમ્યાન પણ જેમ અનંતગુણ-અનંતગુણ વિશુદ્ધિથી વધાતું હતું તેમ આમાં વધવાનું હોય છે. માટે આને પૂર્વપ્રવૃત્તકરણ પણ કહેવાય છે. આ અભવ્યને પણ વારંવાર થાય છે. તેમજ ગુણપ્રાપ્તિ વગર પણ આનાથી પાછું ફરી શકાય છે. પ્રશ્ન-૭ ઉપશમસમ્યક્તપામનારાજીવને મોહનીયકર્મની કેટલી ઉત્તરપ્રવૃતિઓની સતા હોય? ઉત્તર-૩ લાયોપથમિક સભ્યસ્થી ઉપશમણિ માંડવા માટે જે ઉપશમસમ્યક્ત પામે છે તે શ્રેણિપ્રાયોગ્ય ઉપશમસમ્યકત્વ કહેવાય છે. સંપૂર્ણ સંસારકાળ દરમ્યાન આ સમ્યકત્વ ચારથી અધિકવાર પામી શકાતું નથી. આ સિવાય જે ઉપશમસત્વને જીવ પામે છે તે પ્રથમસમ્યત્વ કહેવાય છે, મિથ્યાત્વી જીવો આ સમ્યક્ટ્રપ્રાપ્તિ માટેકરણ કરે છે. આ સમ્યત્ત્વ ભવચક્ર દરમ્યાન અનેકવાર પામી શકાય છે. શ્રેણિનું ઉપશમસમ્યત્ત્વ પામનાર જીવને મોહનીયની ૨૮ કે ર૪ પ્રકૃતિઓની નિયમાસના હોય છે. પ્રથમસમજ્યપામનારજીવને મોહનીયની ર૬પ્રકૃતિઓની સત્તા હોય. મતાંતરે ૨૦ કે ૨૮ની પણ સત્તા હોય છે. અનાદિમિથ્યાત્વીને કે સમ્યો અને મિશ્રની ઉવેલના કરી ચૂકેલા સાદિ મિથ્યાત્વીને ર૬ની સત્તા હોય છે. માત્ર કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
૧૫ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org