________________
જીવો બને બાંધી શક્તા હોય અને ઉદયવાળા જીવો બેમાંથી જેનો ઉદય હોય તે જ બાંધ. એટલે આતપના ઉદયવાળો ઉદ્યોત બાંધી શક્તો ન હોવાથી એનો બંધ કરવાનું કહ્યું ન હોય. આ પ્રમાણે ચૂર્ણિટીપ્પણમાં સમાધાન આપ્યું છે. અથવા, ઉપરના ૧૬ મા પ્રશ્નના ઉત્તરમાં ધ્રુવબંધી પ્રકૃતિ માટે જે સંભવિત જઘન્ય સત્તા હી એટલી આતપની જઘન્ય સત્તા, ચરમસ્થિતિઘાત દ્વારા થયેલી સ્થિતિસરા કરતાં પણ અલ્પ સ્થિતિબંધ જ્યાં સુધી મળી શકે ત્યાં સુધી કરાવીને મેળવી. હવે અલ્પસ્થિતિબંધ સંભવિત ન હોવાથી આપના બંધનો જ અભાવ લેવાનો. આપ કે ઉદ્યોત આ બેમાંથી એક બંધાવી જ જોઇએ એવો નિયમ નથી. એટલે ઉદ્યોત બંધાય કે ન બંધાય, કશો ફેર પડતો નથી. એટલે કે ઉદ્યોતનો બંધ થાય કે ન થાય, આતપ ન બંધાવાના કાળમાં કોઈ ફેર પડતો ન હોવો જોઇએ. અર્થાત, હવે જ્યારે આપનો બંધ શરૂ થશે અને સત્તા વધવાની ચાલુ થશે, એ પૂર્વે ઉદ્યોત બંધાયેલું કે નહીં એ અકિચિત્થર રહે છે. માટે ઉદ્યોતનો બંધ થાય કે નહીં એ અંગે મળ્યુકારે કાંઇ જણાવ્યું ન હોય. પ્રશ્ન-૮ તિર્યંચગતિની જઘન્ય સ્થિતિ ઉદીરણા માટે તેઉકાય વાઉકાયમાં જ હતસમુત્પત્તિક ક્રિયા કરવાનું શા માટે કહ્યું છે? શું તેઉકાય-વાઉકાયમાં વધુ શુદ્ધિ હોય અને તેથી એ વધુ સત્તાને હાણી નાંખે છે? ઉત્તર-૧૮ તેઉવાઉ૦ માં અન્ય બાદર કેન્દ્રિયો કરતાં વધુ વિશુદ્ધિ હોવાથી એ વધુ સતાને ખાંડી નાંખે છે એવું માની શકાતું નથી. કેમકે જો એવું હોત તો, બાર કપાય વગેરે માટે પણ, માત્ર તેઉવાઉ૦માં જ હતસમુત્પતિક ક્રિયા કરવાનું કહેત. પણ કહ્યું નથી. ટીપ્પણકારે એવું જણાવ્યું છે કે હસમુત્પતિક્રિયા માટે વિશુદ્ધિ પણ આવશ્યક છે, માટે તો બાદર પર્યાપ્ત એકેન્દ્રિય લેવાનો કર્યો છે. સૂક્ષ્મ કે અપર્યાપ્ત નથી. તેથી અન્ય એકેન્દ્રિયમાં જો હસમુત્પતિક્રિયા કરાવી પછી સંજ્ઞી પંચેન્દ્રિયમાં જવાનું હોય તો એ જીવો તથાવિધ વિશુદ્ધિવશાત મનુષ્યમાં જ ચાલ્યા જાય છે, પંચેન્દ્રિય તિર્યચમાં જાય નહીં. અને તેથી તિર્યંચગતિના ઉદય-ઉદીરણા મળે નહીં. જ્યારે તેઉવાઉ૦ તો ગમે એટલી વિશુદ્ધિમાં પણ તિર્યંચપ્રાયોગ્ય જ બાંધે છે અને તિર્યંચમાં જ જાય છે, માટે તિર્યંચગતિ નામકર્મના ઉદય-ઉદીરણા મળી શકે છે. તેથી અહી તેઉ૦ વાઉo ની વાત કરી છે. કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
૧૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org