________________
પ્રસ્તુતમાં ગુણ અનિમિતક સ્થિતિઘાત જાણવો. બાએકે જીવ આવા સ્થિતિઘાતો કરી કરીને જેટલી હણી શકે એટલી હણી નાંખે છે. હવે જે સત્તા શેષ રહી હોય છે એ પણ એકેડના જઘન્યસ્થિતિબંધ કરતાં તો અધિક જ હોય છે. હવે વધુ સ્થિતિઘાત (વ્યાઘાતભાવિની અપવર્તના) થઈ શકે એમ હોતું નથી. જો આ સ્થિતિઘાતથી પ્રાપ્ત સ્થિતિને જ હસમુત્પતિક સ્થિતિ કહેવાની હોય તો એકેન્દ્રિયમાં મળતી જઘન્ય સ્થિતિસત્તા આના કરતાં ઓછી પણ સંભવે છે. કારણકે આ સ્થિતિસત્તા કરતાં હીન જ સ્થિતિબંધ જ્યાં સુધી થાય છે ત્યાં સુધી ઉપરથી સ્થિતિ વધતી નથી અને નીચેથી એકએકઉદય પામતો જતોનિક ઓછો થતો જાય છે. ચરમસ્થિતિઘાત થયા બાદ આ રીતે ઉત્કૃષ્ટથી જેટલા સમય સુધી હીન સ્થિતિબંધ સંભવિત હોય એટલા સમય સુધી એ થાય છે અને તેથી એટલા સમયો સત્તામાંથી ઓર ઓછા થઇ જાય છે. હવે જે સત્તા રહી હોય છે તે ધ્રુવબંધી માટે સંભવિત જઘન્ય સત્તા હોય છે, અહીં સુધી પહોંચ્યા પછી જો હવે વિવણિત પ્રકૃતિની પ્રતિપક્ષી પ્રવૃતિઓ બંધાય તો (સ્થિતિબંધ અધિક થવા છતાં) વિવણિત પ્રકૃતિનો બંધ ન હોવાથી એ ઉપર વધતી નથી અને નીચે કપાતી જાય છે. એટલે પ્રતિપક્ષી પ્રવૃતિઓનો બંધ જેટલો કાળ થઇ શકે એટલા સમય ઓર વધુ એની સ્થિતિ કપાઇ જાય છે. આ વિક્ષિત પ્રકૃતિની સંભવિત જઘન્ય સત્તા હોય છે. આ પછી તો એનો બંધ ચાલુ થઈ જવાથી બંધ/સંક્રમ દ્વારા એની સત્તા વધી જ જાય છે. પણ એ વહેલી સવાગત નિષેકના દલિકને બંધાવલિકા-સંક્રમાવલિકા વીતવાની રાહ જોવાની હોય છે. અને એટલી વારમાં નીચેથી તો ઓર એક-એક સમય કપાતો જાય છે એટલે આવી પ્રવૃતિઓ માટે બંધાવલિકાના ચરમસમયે જઘન્યસ્થિતિ ઉદીરણા મળે છે. પ્રશ્ન-૧૭ નામકર્મના બંધસ્થાનોનો વિચાર કરીએ તો જણાય છે કે આતપ અને ઉદ્યોત બને સાથે તે બંધાતા નથી. તો જેમ પાંચ સંઘયણ વગેરે માટે પ્રતિપક્ષીપ્રકૃતિઓનો બંધ કરી પછી પોતાનો બંધ થાય તેની બંધાવલિકાના ચરમસમયે જઘન્યસ્થિતિ ઉદીરણા કહી છે એવું આતપ માટે ઉદ્યોતનો બંધ હી શા માટે ન કહ્યું? ઉત્તર-૧૭ આવું નથી કહ્યું એનાથી જણાય છે કે આબે પ્રકૃતિઓ પરાવર્તમાન ભાવે કમશ: બંધાયા કરે એવું તો નથી જ. તેમ છતાં એ રીતે ક્રમશ: ન જ બંધાય એનો નિષેધ પણ કરી શકાતો નથી. એટલે કદાચ એવું હોય કે આ બન્નેના ઉદયથી શૂન્ય ૧૪૩
ઉદીરણાષ્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org