________________
શંકા- તો પછી નરકતિની પણ ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા સતત અંતર્મુ૦ કેમ ન હી?
સમાધાન– એ સમજવા માટે ઉપરોક્ત અસત્કલ્પનાનો આધાર લઇએ. ધારો કે વિવક્ષિત જીવ ૧૦૦ મા સમયે મૃત્યુ પામ્યો, ૧૦૧ મા સમયે નારકીમાં ઉત્પન્ન થયો. ૧૦ સમયનું અંતર્મુ૦ છે. સંક્લેશના ક઼ારણે ૯૧ થી ૧૦૦ મા સમય સુધી પ્રતિસમય એણે ૨૦૦૦૦નો (ઉત્કૃષ્ટ) સ્થિતિબંધ ક્યો છે. એટલે કે ૯૧ મા સમયબદ્ધ દલિક ૨૦૦૯૦ મા નિષેક સુધી પડયું છે, દર મા સમયબદ્ધ દલિક ૨૦૦૯૧ મા નિષેક સુધી પડયું છે. એમ યાવત ૧૦૦ મા સમયે બંધાયેલું દલિક ૨૦૦૯૯ મા નિષેક સુધી પડયું છે. ૧૦૧ મા સમયે નરકગતિનો ઉદય થઇ જાય છે અને હવે તેનો નવો બંધ હોતો નથી. વળી ૯૭ સુધીના સમયોમાં બદ્ધ દલિક કે જેની બંધાવલિકા વીતી ગઇ છે અને જે ૨૦૦૯૬ મા નિષેક સુધી ગોઠવાયેલુ છે તેમાંથી ૧૦૧ થી ૧૦૪ સમયની ઉદયાવલિકા છોડી ૧૦૫ થી ૨૦૦૯૬ સુધીના નિષેકોમાંથી ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા થશે. એમ ૧૦૨ મા સમયે ૧૦૬ થી ૨૦૦૯૭ સુધીના નિષેકોમાંથી ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા થશે. યાવત પ્રથમાવલિકાના ચરમ સમયે (૧૦૪ મા સમયે) ૧૮ થી ૨૦૦૯૯ મા સુધીના નિષેકોમાંથી ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા થશે, કેમકે એ વખતે ૧૦૦ મા સમયે ૨૦૦૯૯ મા નિષેક સુધી બંધાયેલ દલિકની પણ બંધાવલિકા વીતી ગઇ છે. પણ, હવે ૧૦૫ મા સમયે ઉદયાવલિકા ૧૦૫ થી ૧૦૮ સમય સુધી હોવાથી અને ઉપલો ચરમનિષેક તો ૨૦૦૯૯ થી આગળ વધતો ન હોવાથી ( કારણ કે ૧૦૧ મા વગેરે સમયે નરકગતિનો બંધ થયો નથી) ઉત્કૃષ્ટસ્થિતિઉદીરણા મળી શક્તી નથી. ૧૦૧ ની પૂર્વના ૧૦૦ મા ૯૯ મા વગેરે સમયોએ ૯૬-૯૫ મા વગેરે સમયોએ બંધાયેલ ઉત્કૃષ્ટસ્થિતિની બંધાવલિકા વીતી ગઇ હોય છે પણ નરકગતિનો ઉદય ન હોવાથી ઉદીરણા હોતી નથી. તેથી ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા તો માત્ર એક આવલિકા સુધી જ મળે છે.
જયારે મતિજ્ઞાનાવરણનો તો ઉદય ચાલુ જ હોય છે. એટલે ૯૧ મા સમયે બંધાયેલ ઉત્કૃષ્ટસ્થિતિ ૯૫ મા સમયે, હર મા સમયબદ્ધની ૬ મા સમયે.... એમ ૧૦૦ મા સમયે બંધાયેલની ૧૦૪ મા સમયે ઉત્કૃષ્ટસ્થિતિઉદીરણા મળે છે. આમ ૯૧ થી ૧૦૦ સુધી (અંતર્મુ૦) જો સતત ઉત્કૃષ્ટબંધ થાય છે તો ૯૫ થી ૧૦૪ સમય (અંતર્મુ) સુધી એની ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા પણ મળે છે.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
ઉદીરાકરણ
www.jainelibrary.org