________________
બાદ ઉદીરણા થવાથી ૩ આધુલિકાન્સૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધ જેટલી ઉદીરણા મળ શે. પણ આમ ન બતાવતાં બાદર વગેરેના ઉદયવાળા પૂર્વભવના ચરમઅંતર્મુમાં પછીના ભવપ્રાયોગ્ય સૂ.ત્રિનો બંધ અને એ પૂર્વે જ ઉત્કૃષ્ટસ્થિતિબંધ કહ્યો છે જે બંધાવલિકા વીત્યે સંક્રમવાથી અનુદયસંક્રમોત્કૃષ્ટતા મળે છે.
આ જ રીતે મધ્યમસંઘયણો માટે અનુદયસંક્રમોત્કૃષ્ટ અને ઉદીરણા માટે અંતર્મુન્ચુન કરવું એ યોગ્ય લાગે છે.
જો કે આગળ સ્થિતિસત્તાના અધિકારમાં પણ આ ૪ સંઘયણોને ઉદય સંક્રમોત્કૃષ્ટમાં ગણાવેલ છે. એટલે તત્ત્વ કેવલિગમ્ય છે. મધ્યમ ૪સંસ્થાનવાળા પ્રથમસંઘયણવાળા હોય શકે છે અને તેથી ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી શક્તા હોવાથી એ ૪ તો ઉદયસંક્રમોત્કૃષ્ટ છે જ.
પ્રશ્ન-૧૪ નરકગતિનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ સતત એક આલિકા સુધી થઇ શકે ? ઉત્તર-૧૪ હા, થઇ શકે, કારણકે એની ઉત્કૃષ્ટસ્થિતિઉદીરણા સતત ૧ આવૃલિકા સુધી મળે છે. ધારોકે ૪ સમયની આવલિકા અને ૨૦૦૦૦ સમય ઉત્કૃષ્ટસ્થિતિબંધ છે. પ્રથમસમયે ૨૦૦૦૦ નો બંધ થયો. પાંચમા સમયે એની ઉદીરણા થશે. ૫ થી ૮ ઉદયાવલિકા છે. એટલે ૯ થી ૨૦૦૦૦ (બે આવલિકાન્સૂન ઉત્કૃષ્ટસ્થિતિ) જેટલી ઉદીરણા પાંચમા સમયે થશે. હવે બીજા સમયે જો ૨૦૦૦૦ નો બંધ ન થાય તો સત્તા ૨૦૦૦૦ મા નિષેકથી ઉપર ન જવાથી છઠ્ઠા સમયે ૧૦ થી ૨૦૦૦૦ ની ઉદીરણા મળે જે ઉત્કૃષ્ટ નથી. છઠ્ઠા સમયે પણ ઉત્કૃષ્ટ ઉદીરણા તો જ મળે જો બીજા સમયે ૨૦૦૦૦ નો બંધ થવાથી સત્તા ૨૦૦૦૧ ના સમય સુધી પહો ચી હોય. એમ સાતમા-આઠમા સમયે પણ ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા તો જ મળે જો ત્રીજા-ચોથા સમયે પણ ઉત્કૃષ્ટસ્થિતિબંધ થયો હોય. માટે૧થી ૪ સમય (= ૧આવલિકા) સુધી સતત ઉત્કૃષ્ટસ્થિતિબંધ મળે છે એમ માનવું આવશ્યક છે.
શંકા- અહીં, એક આવલિકાથી વધુ કાળ માટે સતત ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા કહી નથી એનો અર્થ એવો થાય કે સતત ૧ આવલિકાથી અધિક કાળ માટે ઉત્કૃષ્ટસ્થિતિબંધ થઇ શક્તો નથી ?
સમાધાન- ના, એવો અર્થ કરવો યોગ્ય નથી. સતત ઉત્કૃષ્ટસ્થિતિબંધ અંતર્મુ૦ સુધી થઇ શકે છે. માટેતો મતિજ્ઞાનાવરણ વગેરેની ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા સતત અંતર્મુ૦ સુધી મળી શકે છે. કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી
-
Jain Education International
For Private & Personal Use Only
૧૪૦
www.jainelibrary.org