________________
કરી શક્તો હોવો જોઇએ.) જો એને ૨૦ ક. કો. થી ૧૫ કો. કો. સુધી પડવામાં અંતર્મુ લાગે જ એવો નિયમ હોત તે એની ઉત્કૃષ્ટ સ્થિતિસરા વગેરે માટે અંતર્મુન્યૂન કરવાનું કહેત. એટલે આ રીતે જ, છેવટું સંઘયણ ૨૦ કો. કો. બાંધીને એની બંધાવલિકા વીતે તે પહેલાં પાંચમા-ચોથા વગેરે સંઘયણ પ્રાયોગ્ય ૧૮,૧૬ કો. કો. વગેરેના બંધપ્રાયોગ્ય અધ્યવસાયમાં આવી એનો બંધ કરે, મૃત્યુ પામે, એ પાંચમું-ચોથું વગેરે વિવલિત સંઘયણ પામે તેમજ બાંધે અને ત્યાં પેલા ૨૦ કો. કો.ની બંધાવલિકા વીતવાથી એનો સંક્રમ થાય. આમ આ પ્રવૃતિઓ પણ ઉદયસંકોત્કૃષ્ટ મળી શકે છે ને? સમાધાન-૨૦કો.કો. પરથી ૧૫ કો. કો. વગેરેનાબંધ પર આવી જવા માટે અંતર્મુo લાગવાનો નિયમ નથી. એટલે મનુષ્યગતિ ઉદયસંક્રમોત્કૃષ્ટ બની શકે છે. મનુચગતિના ઉદયકાળે ઉક્ટસ્થિતિબંધ થઈ શક્તો હોવાથી ભવપરાવર્તનની આવશ્યક્તા હોતી નથી. કિન્તુ મધ્યમ સંઘયણના ઉદયકાળે તો ઉત્કૃષ્ટસ્થિતિબંધ થતો નથી. એટલે જે સંઘયણના છેવના) ઉદયકાળે ઉત્કૃષ્ટસ્થિતિબંધ થાય તે સંઘયણમાં ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરાવી પછી વિવલિત સંઘયણનો ઉદય લેવા માટે ભવાંતરમાં જવાની આવશ્યક્તા રહે છે. ભવપરાવર્તન કરવાનું આવે, એટલે જે ભવમાં જવાનું હોય ત~ાયોગ્યબંધ જ સામાન્યથી પૂર્વભવના ચરમ અંતર્મુમાં હોય છે. તેથી ચિરમ અંતર્મુમાં ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરે એની બંધાવલિકા વીતે એ પૂર્વેજ વિવલિત સંઘયણનો બંધ શરુ કરે અને બંધાવલિકા વીત્યે ઉત્કૃષ્ટસ્થિતિ એમાં સંકમાવે પણ છે જ. તેથી જ એની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા મેળવવા માટે અંતર્મુન્યૂન કરવું પડતું નથી. પણ એના ઉદય-ઉદીરણા માટે તો બીજા ભવમાં જવાનું છે, અને તે માટે તો આ શરુ થયેલો વિવલિત સંઘયણનો બંધ ચરમ અંતર્મુચાલવો જ જોઈએ. એ પહેલાં ભવાંતરમાં જઇ શકાતું નથી. જો એ પહેલાં પણ જઇ શકાતું હોત તો સૂક્ષ્મત્રિને પણ ઉદયસંક્રમોત્કૃષ્ટ કહીને એના માટે પણ અંતર્મુ-ન્યૂન કરવાનું ન કહેત, કારણકે પૂર્વભવનું એક આવલિકા કરતાં ઓછું આયુષ્ય શેષ હોય ત્યારે ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી પછી શેષ આયુષ્ય દરમ્યાન સૂક્ષ્મત્રિક બાંધે, ત્યાં ઉત્પન થાય અને ઉત્કૃષ્ટસ્થિતિબંધની બંધાવલિકા વીતે ત્યારે એને સંકમાવી સૂક્ષ્મત્રિકની પણ સંકોત્કૃષ્ટસ્થિતિસરા કરે. એ વખતે સૂત્રિકનો ઉદય તો છે જ. એટલે એ ઉદયસંક્રમોત્કૃષ્ટ બનશે. તેમજ સંકમાવલિકા
ઉદીપકરણ
૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org