________________
પણ ઉત્કૃષ્ટસ્થિતિબંધ હોતો નથી. પ્રથમસંઘયણમાં રહેલ જીવ ઉત્કૃષ્ટસંક્લેશે ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી પછી મધ્યમસંઘયણો બાંધે ત્યારે બે આવલિકાનૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધ જેટલી સ્થિતિ એમાં સંકમાવી સંક્રમોત્કૃષ્ટ બને, પણ એ વખતે મધ્યમસંઘયણનો ઉદય હોતો નથી. કદાચ એમ કહીએ કે “પૂર્વભવમાં પ્રથમસંઘયણમાં ચરમસમયે ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી પછી મધ્યમસંઘયણવાળા ભવમાં જાય અને ત્યાં બંધાવલિકા વીત્યે બધ્યમાન મધ્યમસંઘયણમાં એને સંકમાવે તેથી ઉદયસંક્રમોત્કૃષ્ટ મળે..” પણ આવું કહી શકાતું નથી. કેમકે પૂર્વભવમાં પ્રથમસંઘયણમાં ચરમસમયે જો ઉત્કૃષ્ટ સંક્લેશ હોય તો નરકપ્રાયોગ્ય જ બંધ હોવાના કારણે એ વખતે સંઘયણનો બંધ જ હોય નહીં. તેમજ પછીના ભાવમાં એનરકમાં જવાથી કોઈપણ સંઘયણ હોય જ નહીં. કારણ કે સામાન્યથી, ભવાંતરમાં જેવી પરિસ્થિતિમાં જવાનો હોય તદનુરૂપ પ્રકૃતિનો પૂર્વભવમાં ચરમ અંતર્મમાં બંધ હોય છે. ઉત્કૃષ્ટ સંક્લેશવાળો નિષ્ટ સ્થાનમાં જાય. એટલે પછીના ભવે મધ્યમસંઘયણ વાળો બનાવવો હોય તો પૂર્વભવમાં પ્રથમ સંઘયણમાં ચરમ અંતર્મુમાં મધ્યમસંઘયણના બંધ પ્રાયોગ્ય મધ્યમ પરિણામ હોવા જોઇએ. ઉલ્ટ સંલેશ ચિરમ અતર્મમાં હોય, ત્યારે ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે અને ચરમ અંતર્મમાં મધ્યમસંઘયાણ બાંધે ત્યારે સંકમથી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા મળે, પણ ત્યારે એને પ્રથમસંઘયણનો ઉદય હોય છે, મધ્યમસંઘયણનો નહીં. તેથી મધ્યમ ૪ સંઘયણો અનુદયસંક્રમોષ્ટ લાગે છે. અને તેથી એની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા, અંતર્મુ, જૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જેટલી મળવી જોઈએ. શંકા- મનુ ગતિને ઉદયસંક્રમોત્કૃષ્ટ કહી છે. એટલે કે નારકીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ (૨૦ કો. કો.) કરી બંધાવલિકા વીત્યે એને એ વખતે બધ્ધમાન મનુ ગતિમાં સંક્રમાવે તેથી મનુષ્યગતિની ઉદયસંક્રમોત્કૃષ્ટ સ્થિતિ આવલિકાનૂન ૨૦ કો. કો. મળે છે. સંકમાવલિકા બાદ એની ઉદયાવલિકાની બહારની સ્થિતિઓની ઉદીરણા થતી હોવાથી ત્રણ આવલિકાનૂન ૨૦ કો. કો. ની ઉદીરણા મળવી કહી છે. મનુષ્યગતિનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૧૫ કો. કો. છે. એટલે જણાય છે કે નરકગતિનો ૨૦ કો. કો.સ્થિતિબંધ કરવા યોગ્ય સંશથી જીવ. એ બંધાયેલી ૨૦ કો. કોની બંધાવલિકા વીતે ત્યાં સુધીમાં તો પડીને ૧૫ કો. કો. કે તેની પણ અંદરના અધ્યવસાય સુધી પહોંચી શકે છે. (૨૦ કો. કો. કર્યા બાદ બીજા જ સમયે પણ એ કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
૧૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org