________________
હોવાથી એને અનંતાનુબંધી તરીકે ગણીને છ ન બતાવતાં ૭ પ્રકૃતિ બતાવી છે. પ્રશ્ન-મિથ્યાત્વે આવેલ અનંતા વિસંયોજક્ત બીજી આવલિકાના પ્રથમ સમયથી અનંતાની ઉદીરણા શી રીતે મળે ? કારણકે મિથ્યાત્વના પ્રથમસમયે જે નવું અનંતા બંધાય છે તે તો અબાધાની ઉપર રહેલ હોવાથી હજુ ઉદય પણ પામ્યું નથી.. ઉત્તર-૯ જયારે અશાતાનો શાતામાં સંક્રમ થાય છે ત્યારે શાતાના સ્થિતિબંધ કરતાં ઉપરની સ્થિતિઓમાં રહેલ અશાતાની સ્થિતિઓમાં રહેલ દલિકો પોતાની સ્થિતિને જાળવી રાખીને શાતામાં સંક્રમે છે, ભલે ને શાતાના એ નિકોમાં કોઇ દલિકોન પણ હોય. એમ મિથ્યાત્વના પ્રથમસમયે અબાધાની અંદરના નિકોમાં અનંતા ના દલિકો ન હોવા છતાં, ઉદયાવલિકાની ઉપરના એ નિષેકોમાં, એટલી જ સ્થિતિના અન્ય કષાયોનાનિકોનું દલિક પોતાની સ્થિતિને કાયમ રાખીને સંક છે. એટલે એક આવલિકા વીત્યા બાદ એ નિષેકો ઉદયમાં આવે છે અને તેથી ઉપર રહેલ નવું બંધાયેલ દલિક પણ ઉદીરણાકાળે એમાં આવી ઉદય પામી શકે છે. પ્રશ્ન-૧૦ સાસ્વાદન ગુણઠાણે એકેન્દ્રિયને નામકર્મનું ૫૧ વગેરે પ્રકૃતિનું અને વિક્લેન્દ્રિયને ૫૪ વગેરે પ્રકૃતિઓનું અને નારકીને ૪રનું ઉદીરણાસ્થાન હોય? ઉત્તર- ૧૦ ના, ન હોય. એકેન્દ્રિય અને વિશ્લે અને સાસ્વાદન ગુણઠાણું પૂર્વભવનું જ હોય છે. વળી આ ગુણઠાણાનો ઉત્કૃષ્ટ કાળ પણ ૬ આવલિકા છે. તેઓને શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત થતાં આના કરતાં વધુ કાળ (અંતર્મુહૂર્ત) લાગે છે અને ત્યારબાદ જ પ૧ કે પ૪ વગેરેનું ઉદીરણાસ્થાન હોય છે. એટલે જયારે સાસ્વાદન ગુણઠાણું વિદ્યમાન હોય છે ત્યારે આ ઉદીરણાસ્થાનો નથી હોતા અને જયારે આ ઉદીરણાસ્થાનો હોય છે ત્યારે સાસ્વાદન ગુણઠાણું રહ્યું હોતું નથી. બીજું ગુણઠાણું લઇને કોઇ નરકમાં જતું નથી, માટે વિગ્રહગતિમાં જ સંભવિત જરનું ઉદીરણાસ્થાન નારકીને સાસ્વાદને મળતું નથી. પ્રશ્ન-૧૧ ઉદ્યોતનામકર્મનો ઉદય તિર્યંચોને હોય છે. જ્યારે ઉત્કૃષ્ટસ્થિતિબંધ દેવનારકોને હોય છે. તો એને ઉદયબંધોત્કૃષ્ટ શી રીતે કહેવાય? ઉત્તર-૧૧ દેવોને ઉત્તરવૈક્રિયશરીરમાં ઉદ્યોતનો ઉદય હોય છે. એ વખતે તેનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ પણ થતો હોવાથી એઉદયબંધોત્કૃષ્ટ છે. આ રીતે ઉત્તરક્રિયશરીરી
કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
૧૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org