________________
ચરમસમયબદ્ધ દલિક સિવાયનું અન્ય બધું દલિક ઉપશાન હોવા છતાં, એ દલિક પણ સંક્રમે જ છે. એટલે એ સંકમ્યમાણ દલિકોનો રસ ઘણો હોવાથી એ વખતે જઘન્યરસંક્રમ મળી શક્તો નથી. પણ અનંતા જો ઉપશમ પામતું હોત તો ચરમસમયબદ્ધ સિવાયનું બધું દલિક ઉપશાન થઈ ગયેલું હોવાથી સંક્રમતું ન હોવાના કારણે એ જ સમયે જઘન્ય રસસંક્રમ મળવો જ જોઈએ. પણ કહ્યો નથી, માટે જણાય છે કે પ્રથમસત્વ પ્રાપ્તિમાં અનંતાનો ઉપશમ હોતો નથી. પ્રશ્ન-૫ નારકીઓને અરતિ, શોક અને અશાતાનો નિરંતર ઉદય-ઉદીરણાકાળ ઉત્કૃષ્ટથી કેટલો હોય? ઉત્તર-૫ કર્મપ્રકૃતિચૂર્ણિમાં ઉદીરણાકરણમાં કેટલાક નારકીઓને સંપૂર્ણ ભવદરમ્યાન આ પ્રવૃતિઓના ઉદય-ઉદીરણા કહ્યા છે. આનાથી જણાય છે કે કેટલાક નારકોને ૩૩ સાગરોપમ સુધી આ ત્રણેનો નિરંતર ઉદય હોય છે. શ્રી જિનેશ્વરદેવોનાં કલ્યાણકોમાં, તેઓના કમ નિકાચિત હોવાથી ઉદય બદલાતો નથી, પણ રસોદયની મંદતા થતી હોવાની સંભાવના લાગે છે. ધવલાકારે પણ આ ત્રણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ ઉદય-ઉદીરણા કાળ ૩૩ સાગરોપમ કહ્યો છે. પ્રમ-૬ ઉત્તરક્રિય કાળમાં કે આહારક શરીર કાળમાં ઔદારિકશરીર નામકર્મનો ઉદય હોય કે નહી? ઉત્તર- ૬ કર્મપ્રકૃતિમાં ઉદીરણાકરણમાં પ્રકૃતિ ઉદીરણામાં દારિકશરીર નામકર્મના ઉદીરક જીવો તરીક દેવનારકોને છોડીને તેમજ ઉત્તરક્રિય કે આહારકશરીરી જીવોને છોડીને શેષ સઘળા આહારી જીવોનું પ્રતિપાદન કર્યું છે. તેથી એ અભિપ્રાય મુજબ જણાય છે કે ઉત્તરક્રિય કાળમાં ઔદારિકનામકર્મનો ઉદય હોતો નથી અને તેથી ઔદારિકશરીર વડે ઔદારિક વર્ગણાપ્રહણરૂપ આહારનું ગ્રહણ પણ હોતું નથી. તેથી દારિકનો માત્રદેશપરિપાટ હોય છે પણ દેશસંઘાત અને પરિપાટ એ બને હોતા નથી. પણ આગમગ્રન્થોમાં
દારિકદેશસંઘાતાદિના અંતરની પ્રરૂપણામાં કેવલ દેશપરિપાટ કહ્યો નથી. ઉત્તરક્રિયાદિ કાળે જો દારિક નામકર્મનો ઉદય ન હોય અને તેથી
દારિકપુલોના ગ્રહણ રૂપ સંઘાત ન હોય તો એ ઉત્તરક્રિયના અંતર્મુહૂર્ત કાળ દરમ્યાન નિરન્તર ઔદારિકનો તો દેશપરિપાટ જ હોઇ દેશસંઘાતનું અંતર જઘન્યથી પણ અંતર્મુહૂર્ત કાળ મળવું જોઇએ, કેમકે મરણવ્યાઘાત વિના કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
૧૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org