________________
કાળે દર્શનમોહનીયનો ઉપશમ અને અનંતાનુબંધીનો ક્ષયોપશમ હોય છે. શ્રેણિના ઉપશમસમ્યક્ત્વમાં એક મતે તો અનંતાનુબંધીની વિસંયોજના જ હોય છે, બીજે મતે વિસંયોજના કે ઉપશમના હોય છે. જો પ્રથમસમ્યક્ત્વ માટે અનંતાનુબંધીની ઉપશમના થતી હોત તો એમાં અંતર કરવું જ પડે, અને તો પછી મિથ્યાત્વની જેમ અનંતાનુબંધીની પણ પ્રથમસ્થિતિની ચરમઆવલિકામાં ઉદય હોવા છતાં ઉદીરણા ન મળે. અને તેથી ઉદય અધિકારમાં જે ઉદીરણા વગરના ઉદયવાળી ૪૧ પ્રકૃતિ ઓ ગણાવી છે તેમાં ૪ અનંતા૦ પણ ઉમેરી ૪૫ પ્રકૃતિઓ હેત. વળી દેશોપશમનાના અધિકારમાંપ્રથમ ઉપશમસમ્યક્ત્વની પ્રાપ્તિકાળે અનિવૃત્તિકરણે મિથ્યાત્વીને ૨૫ની જ દેશોપશમના કહી છે, ૨૧ ની નહીં. જો અનંતાનો ઉપશમ થતો હોત તો એના માટે પણ અંતર અને અનિવૃત્તિકરણ આવશ્યક બનવાથી મિથ્યાત્વની જેમ એની પણ દેશોપશમનાવિચ્છિન્ન થવાથી ૨૧ની દેશોપશમના હેવી પડત. વળી અનંતાનો જઘન્યરસસંક્રમ તરીકે વિસંયોજક જીવ પુન: બાંધી બંધાવલિકા વીતે ત્યારે જે પ્રથમસમયે સંક્રમ કરે તે કહેલ છે. જો અનંતાનો ઉપશમ થતો હોત તો ચરમસમયબદ્ધનો જે સમયન્સૂન બે આવૃલિકાના ચરમસમયે સંક્રમ થાય તેને જઘન્યરસસંક્રમ તરીકે હેત. કારણકે વિસંયોજને પુન:પ્રથમબંધ જે શુદ્ધિ હોય એના કરતાં આ ઉપશમને ચરમબંધે અનંતગુણ વિશુદ્ધિ હોવાથી રસબંધ અનંતગુણહીન થયો હોય છે.
શંકા- મિથ્યાત્વમોહનીયનો તો ઉપશમ થાય છે એ નિશ્ચિત છે. તેમ છતાં, એના ચરમસમયબદ્ધ રસનો સમયોન બે આવલિકાના ચરમસમયે જે સંક્રમ થાય છે તેને એના જઘન્યરસસંક્રમ તરીકે કહેલ નથી. એટલે, અનંતાનુબંધીમાં પણ એ પ્રમાણે જઘન્યરસસંક્રમ ન કહ્યો હોવા પરથી એનો ઉપશમ થતો નથી એમ કહેવું ઉચિત નથી.
સમાધાન- આ શંકા બરાબર નથી. મિથ્યાત્વમોહનીય એ દર્શનમોહનીય છે જયારે અનંતા૦એચારિત્રમોહનીય છે. જો અનંતાનો ઉપશમ થતો હોત, તો એ સમયોન બે આવલિકાના ચરમસમયે, ચરમસમયબદ્ધ દલિક સિવાયનું બધું દલિક ઉપશાન્ત હોવાથી માત્ર એ સમયે બંધાયેલો જ રસ સંક્રમે, કારણકે ચારિત્રમોહનીયમાં ઉપશાન્ત દલિકોનું સંક્રમણ હોતું નથી. પણ દર્શનમોહનીયમાં તો, ઉપશાન્ત દલિકોનું પણ સંક્રમણ પ્રવર્તતું હોવાથી, સમયોન બે આવૃલિકાના ચરમસમયે,
હીરાકરણ
૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org