________________
ઉત્તરક્રિયનો કાળ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત તો હોય જ છે. પણ આવું કોઇ અંતર કહ્યું નથી. વળી સપ્તતિકા ભાગની વૃત્તિમાં ઉત્તરક્રિયકાળે ઔદારિકશરીરની અપેક્ષાએ ઔદારિકશરીર નામકર્મનો ઉદય પણ કહ્યો છે. શ્રી હરિપ્રશ્નમાં પણ ઔદારિકશરીર અને આહારકશરીરની વચમાં રહેલા આત્મપ્રદેશોનો આહાર ઔદારિકશરીરની નજીકમાં હોય તો ઔદા સંબંધી આહાર અને આહારકશરીરની નજીકમાંરહેલ આત્મપ્રદેશોનો હોય તો આહારશરીરસંબંધી આહાર હોય છે આવું યથાયોગ્ય હોવું જણાવ્યું છે. આમ આ બાબતમાં એક કર્મપ્રકૃતિનો અને બીજો આગમનો એમ બે મત જાણવા. વળી આ અંગે ધવલાકાર તો કર્મપ્રકૃતિવૃત્તિના અનુસાર પ્રરૂપણ કરે છે એ
ખ્યાલમાં રાખવું. પ્રશ્ન-૭ આહારકના ઉદીરક કોણ હોય છે ? ઉત્તર-૭ પ્રસ્થમાં આહારકશરીરના વિદુર્વક પ્રમત્ત સંયતોને ઉદીરક કહ્યા છે. છેકે ગુણઠાણે આહારનો પ્રારંભ કરી આહારકશરીરની વિદ્યમાનતામાં જ જીવ ૭ મે જઇ શકે છે, માટે મે એનો ઉદય માન્યો છે. તેથી ઉપલક્ષણથી ૭મે પણ આહારની ઉદીરણા માનવી યોગ્ય લાગે છે. પ્રશ્ન-૮ સાસ્વાદન ગુણઠાણે મોહનીયકર્મના કેટલાં ઉદીરણાસ્થાનો હોય છે ? ઉત્તર- ૮ પ્રસ્તુત ગ્રન્થમાં ૭, ૮, અને ૯ એમ ત્રણ ઉદીરણાસ્થાનો દર્શાવેલ છે. અનંતાનના ઉદયથી જ બીજું ગુણઠાણું પામી શકાય એ મત અહીં જાણવો. આ જ ગ્રન્થમાં સંકમકરણમાં જે ૧૨ થી ૨૨ ગાથાઓ છે એના પર ચૂર્ણિનથી. પણ એ ગાથાના પદાર્થો પૂર્વની ગાથાની ચૂર્ણિમાં આવી ગયા છે. માટે આ ગાથાઓ ભાથની છે એમ ટીપ્પણમાં શ્રી મુનિચન્દ સૂ મહારાજે ખુલાસો ર્યો છે. ચૂર્ણિમાં તેમજ આમાંની ૧૬ મી ગાથામાં સાસ્વાદન ગુણઠાણે ૨૧ નું સંકમસ્થાન પણ માન્યું છે. “અનંતાનો વિસંયોજક ઉપશમણિથી પડતી વખતે અચકષાયોના તીવ્ર ઉદયે મિથ્યાત્વની જેમ સાસ્વાદન ગુણઠાણે પણ આવી શકે છે ” આવો જે મત છે તે માટે જ આ શક્ય બને છે, કારણ કે અનંતાનો વિસંયોજક ન હોય તો ૨૧ નું સંક્રમસ્થાન ન સંભવે. એટલે સંકમકરણમાં સમર્થિત આ મત અનુસાર વિચારીએ તો સાસ્વાદનની પ્રથમ આવલિકામાં અનંતા કપાયોદય વિનાનું ૬ પ્રકૃતિનું ઉદીરણા સ્થાન પણ સંભવે છે. છતાં એ કવાયો તીવ્ર અનંતાનુબંધી જેવા
ઉદીરણાકરણ
૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org