________________
(ઉદીરણાકરણ) પ્રશ્ન-૧ ઉપઘાત, પ્રત્યેક અને સાધારણનામકર્મના ઉદીરક કોણ હોય છે? ઉત્તર-૧ કર્મપ્રકૃતિ અને તેની ચૂર્ણિમાં શરીરસ્થ જીવોને આના ઉદીરક કહ્યા છે. એટલે કે ઉત્પત્તિસ્થાને આવે એ જ સમયથી એ શરીર પુદ્ગલોને ગ્રહણ કરવાનો પ્રારંભ કરે છે. એટલે ત્યારથી જ એ શરીરસ્થ થયા હોય છે અને ત્યારથી જ ઉદીરક હોય છે. જયારે પંચસંગ્રહમાં, તેની વૃત્તિમાં અને કર્મપ્રકૃતિની વૃત્તિમાં શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા જીવોને ઉદીરક કહ્યા છે. આમ કેમ કહ્યું છે તે બહુશ્રુતગમ્ય છે, કારણકે આ પ્રકૃતિઓનો ઉદય ઉત્પત્તિસમયથી (શરીરસ્થ જીવોને) હોય છે. વળી આગળ ઉદયપ્રકરણમાં ઉદીરણા વગર પણ જે ૪૧ પ્રકૃતિઓમાં ઉદયની સંભાવના કહી છે એમાં આ પ્રકૃતિઓનો સમાવેશ નથી. માટે શરીરસ્થ જીવોને જો આનો ઉદય છે, તો ઉદીરણા પણ હોવી જોઇએ. પ્રશ્ન-૨ નિદાદિકના ઉદીરક કોણ હોય છે? ઉત્તર-ર ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ જીવ પછીના સમયથી આનો ઉદીરક હોય છે. તેમ છતાં લપક અને ક્ષીણમોલ જીવો આના ઉદીરક હોતા નથી, કારણ કે તેઓને આનો ઉદય પણ હોતો નથી. (કેવળીઓને તો આની સત્તા પણ હોતી નથી, માટે ઉદય-ઉદીરણા હોતા નથી.) આ પ્રમાણે કમ્મપયડીમાં કહ્યું છે. ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્ત સઘળાજીવોઆના ઉદીરક છે, માત્ર તીણમોહગુણકાણે ચરમઆવલિકામાં આની ઉદીરણા હોતી નથી” આ વાત કર્યસ્તવ વગેરેના મથકારોએ સપક અને ક્ષીણમોહી જીવોને પણ આ બેનો ઉદય માન્યો છે, એ મતાનુસારે જાણવી. આ બાબતમાં પંચસંગ્રહનો શું મત છે? એવી શંકાનું સમાધાન એ છે કે જે મત કમ્મપયડીનો છે એ જ મત પંચસંગ્રહનો છે, જુદો નથી. જો કે પોતૂળ વીખરા રેંતિયTMT ડોતિ ' આવા પંચસંગ્રહના ઉદીરણાકરણની ૧૯ મી ગાથાના પૂર્વાર્ધનો “ચરમાવલિકા સ્થિત ક્ષીણરાગને છોડી ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્ત સઘળા જીવો નિદાકિની ઉદીરણા કરે છે આ પ્રમાણે અર્થ કરીને એક એવી માન્યતા પ્રચલિત થઈ છે કે નિદાદિકના ઉદય-ઉદીરણા લપક-પીણમોહને હોવા પંચસંગ્રહકારને પણ માન્ય છે. કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org