________________
ન મળે.) વળી રસની ઉદવર્તન અને અપવર્તનાનો ભાગહાર “અનંત માનીએ (એટલે કે સત્તાગત દલિકોમાંથી અનંતમા ભાગનું દલિક જ ઉવર્તિત કે અપવર્તિત થાય છે એવું માનીએ તો પણ અપૂર્વસ્પર્ધકોમાં કે કિકિઓમાં ગુણશ્રેણિ કરવા માટે અસંખ્યસમયપ્રબદ્ધ દલિક (અસંખ્ય સમયોમાં બંધાય એટલું દલિક કે જે સત્તાગત કુલ દલિકના અસંખ્યાતમા ભાગ જેટલું જ હોય છે, અનંતમા ભાગ જેટલું નહીં. તે ) આવશ્યક હોવાથી ભાગવાર “અસંખ્ય જ માનવો પડે છે. અનંત નહીં એ ખ્યાલમાં રાખવું. માટે પૂર્વે અનંતદ્વિગુણહાનિસ્થાનોની અતિસ્થાપના વગેરે યુક્તિથી રસની અપવર્તનામાં ભાગહાર અનંત છે એવું જે પ્યું હતું તે આ ગુણશ્રેણિ રચનાની પરિસ્થિતિમાં અસંગત રહે છે એ ખ્યાલમાં રાખવું. સાચું રહસ્ય તો બહુશ્રુતો જાણે છે.
૧૨૯
ઉદ્વર્તના-અપવર્તનાકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org