________________
જઘન્ય રસસ્પર્ધકથી લઈને અનંત દ્વિગુણહાનિસ્થાનો આવી જાય ત્યાં સુધીમાંથી તો અપવર્તના થતી નથી. ત્યારબાદના સ્થાનોમાંથી અપવર્તન થાય છે. કિન્તુ જઘન્યથી ઉત્કૃષ્ટ તરફ દલિક વિશેષહીન વિશેષહીન હોવાના કારણે, અને દલિકના અનંતદ્વિગુણહાનિસ્થાનો તો પસાર થઈ ગયા હોવાથી, અપવર્તનનો વિષય બનેલા આ સ્થાનોમાં, સાગત દલિકનું એક અનંતમા ભાગનું જ દલિક હોય છે. અનંતબહુભાગ દલિકો તો, પ્રારંભિક જે અનંતા સ્થાનો છૂટી જાય છે તેમાં જ રહ્યું હોય છે. એટલે સાપવર્તના, સત્તાગત કુલ દલિકના એક અનંતમા ભાગના દલિકોની જ થાય છે એમ માનવું પડે છે. હા, એમ કહી શકાય કે, જે જે રસસ્થાનમાંથી અપવર્તના થઈ રહી છે તેને સ્થાનમાં જેટલું દલિક રહ્યું હોય તેના અસંખ્યાતમા ભાગના દલિની અપવર્તન થાય છે. પણ કુલ દલિકના તો એક અનંતમા ભાગનું જ દલિક અપવર્તન પામે છે. અનુભાગ ઉદ્વર્તન માટે ઉત્કૃષ્ટ તરફના અનંતદ્વિગુણહાનિવાળા અનંતા સ્થાનોને નિક્ષેપ અને અતિસ્થાપના તરીકે છોડવાના હોવાથી એમાંથી ઉદવર્તના થતી નથી. પણ એ સ્થાનોમાં તો એક અનંતાભાગનું જ દલિક હોય છે, કારણકે એ પૂર્વે પણ દ્વિગુણહાનિવાળા અનંતાસ્થાનો હોય છે જે ઉદ્દવર્તનાનો વિષય બને છે, માટે એમાંથી અસંખ્યાતમા ભાગનું દલિક ઉદ્વર્તન પામી શકે છે. તેમ છતાં, એક બીજો પ્રશ્ન ઊભો થાય છે. જે જે સ્થાનમાંથી દલિક ઉપડે છે તે તે સ્થાનથી માંડીને અનંતાસ્થાનો (કે જેમાં દ્વિગુણહાનિના પણ અનંતા સ્થાનો આવી જાય એટલા અનંતાસ્થાનો) અતિસ્થાપના તક છોડવા પડે છે. એટલે પતત બનનાર સ્થાનોમાં તો બધું મળીને એક અનંતમા ભાગનું જ દલિક રહેલું હોય છે, તેથી ઉદ્દવર્તનથી જો એમાં અસંખ્યાતમા ભાગનું દલિક પડે તો તો દલિકોનો જે વિશેષહીન-વિશેષહીન કમે ગોપુચ્છ ચાલતો હતો તે તૂટી જાય. એટલે એ ગોપુચ્છને જાળવી રાખવા માટે એમ માનવું આવશ્યક થઈ પડે છે કે ઉદ્દવર્તનાથી એમાં અનંતમા ભાગનું જ દલિક પડે છે, અસંખ્યાતમા ભાગનું નહી. અર્થાત સત્તાગત દલિકના અનંતમા ભાગના દલિકની જ રસઉદ્વર્તન થાય છે. આમ, રસની ઉદ્દવર્તના-અપવર્તના બનેમાં અનંતમા ભાગનું જ દલિકવિષય બને છે એમ માનવાનું હોવાથી, સત્તાગત કુલ દલિના અસંખ્યાતમા ભાગના દલિકોની ઉદ્વર્તના-અપવર્તના થવાનું જે કથન છે તે સ્થિતિની ઉદ્દવર્તના-અપવર્તના અંગે
૧૨૭
ઉદ્વર્તના-અપવર્તનારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org