________________
સમજીએ છીએ એ રીતે સ્થિતિનિરપેક્ષપણે રસના પણ સ્પર્ધકો ગોઠવી દેવા. એટલે કે જઘન્ય રસવાળા જે કોઇ દલિકો આત્મા પર ચોંટેલા હોય એ બધાનું એક જ સ્પર્ધક ( જે જઘન્ય રસસ્પદ્ધક છે). (આ સ્પર્ધકના દલિકો સ્થિતિની અપેક્ષાએ માત્ર ઉદયસમયમાં જ હોય એવું નથી કિન્તુ કોઇ ઉદયનિકમાં. કોઈ બીજા નિષેકમાં કોઇ ત્રીજા નિકમાં...એમ યાવત કેટલુંક દલિક સાગત ચરમનિષેકમાં પણ હોય છે. આ જ વાત સામાન્યથી, ઉત્કૃષ્ટ સુધીના દરેક સ્પર્ધકો માટે જાણવી.) જઘન્ય રસથી પછીના રસવાળા જે કોઇ દલિકો હોય તે બધાનું બીજું રસસ્પર્ધક..(આ દલિતો પણ તે તે દરેક આત્મપ્રદેશ પર અને તે તે દરેક નિકમાં હોય છે.) એમ ચાવત ઉત્કૃષ્ટ રસ સુધીના અનંતા રસસ્પર્ધકો જાણવા. આ સ્પર્ધકોને કમશ: એકથી અનંતસુધીના નંબરે આપી દેવા... પહેલા સ્પદ્ધકમાંથી દલિક ઉપડી ઉદ્દવર્તના દ્વારા અનંતાસ્પર્ધકોને છોડી પછીના બધ્યમાન દરેક સ્પર્ધકમાં પડે છે. એમ બીજા સ્પર્ધકમાંથી ઉપડેલું દલિક પણ એટલા અનંતા સ્પર્ધકોને અતિ સ્થાપના તરીકે ઓળંગી પછીના સ્પર્ધકોમાં પડે છે. આમ ઉત્તરોત્તર સ્પર્ધકો માટે જાણવું . ઉવર્તિત થયેલ દલિકોને પડવા (નિક્ષેપ) માટે પણ ઓછામાં ઓછા અનંતાસ્પર્ધકો તો જોઈએ જ છે, માટે ઉપરના (જઘન્યનિક્ષેપ+અતિ સ્થાપના પ્રમાણ) અનંતા સ્પર્ધકોમાંથી ઉદ્વર્તના થઇ શક્તી નથી.(પછી ભલેને આ સ્પર્ધકોનું દલિક ઉદયસમયથી લઈ ચરમનિષેક સુધીમાં ગમે ત્યાં હોય !) (તેમ છતાં આ જ ઉપરના સ્પર્ધકોનું જે દલિક ઉપલા આવલિકા + આલાલ જેટલા નિકો અને ઉદયાવલિકાના નિકો સિવાયના નિકોમાં રહ્યું હોય છે તેમાંથી સ્થિતિઉદ્વર્તના તો થાય જ છે એ જાણવું. એમ ઉપરના આવલિકા + આલાલજટલા નિકોમાંથી સ્થિતિઉદ્વર્તનાન થતી હોવા છતાં, એ નિષેકોમાં ઉપરના અનંતારસસ્પર્ધક સિવાયના નીચેના જે રસસ્પર્ધકો રહ્યા હોય છે તેના દલિકની રસઉદ્દવર્તના તો થાય જ છે.) આમ ઉપલા અનંતારસસ્પર્ધકો સિવાયના દરેક રસસ્પર્ધકમાંથી રસની ઉદ્દવર્તન થાય છે. હા એ જ રસસ્પર્ધકોને ઉદયાવલિકામાં જેટલિક રહ્યું હોય તેની રસઉદ્દવર્તના થતી નથી, કારણકે ઉદયાવલિકાસર્વકરણોને અયોગ્ય છે, પણ એજ રસસ્પર્ધકોનું ઉદયાવલિકા બહાર જેટલિક રહ્યું હોય તેમાંના કેટલાક દલિકની સઉદ્વર્તનાથવામાં કોઇહરક્ત લાગતી નથી. કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
૧૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org