________________
ઇત્યાદિ. ટૂંકમાં, જે સ્થિતિનિકોમાંથી સ્થિતિની ઉદવર્તન કે અપવર્તન થાય એ જ સ્થિતિનિકોમાં રસની પણ ઉદવર્તન કે અપવર્તન થાય છે અને જે નિકોમાંઉદ્દવર્તિત કે અપવર્તિત દલિકોનો નિક્ષેપ થાય છે એ જ નિષેકગત રસમાં ઉદવર્તિત કે અપવર્તિત (રસયુક્ત) દલિકોનો નિક્ષેપ થાય છે. ટીકાકારોએ. આમ સંપૂર્ણતયા સ્થિતિની ઉદવર્તના અપવર્તનાને અનુસારે જ રસની ઉદવર્તના અપવર્તના શા માટે માન્યા છે એનો અભિપ્રાય જાણી શકાતો નથી, કારણકે આવો નિયમ માનવામાં નીચે મુજબના અનેક પ્રશ્નો ઊભા થાય છે. ટીકાકારોએ આવું જે માન્યું છે એનો ફલિતાર્થ એ થાય છે કે ઉદયસમયના દલિ કોમાં સત્તાગત જઘન્ય રસસ્પર્ધકથી સ્પર્ધકો રહેવા શરુ થયા છે. જેમ જેમ નિક ઉપર જઇએ તેમ તેમ ઉપર – ઉપરના સ્પર્ધકોને તે નિકમાં રહ્યા છે..યાવત ઉત્કૃષ્ટ તરફના રસસ્પર્ધકો ચરમનિષેકમાં રહ્યા છે. ૧.સૌથી જઘન્યરસપૂર્વકમાં જેટલા દલિકો છે એના કરતાં બીજા સ્પર્ધકમાં વિશેષહીન પ્રદેશો છે, એમ ઉત્તરોત્તર વિશેષહીન-વિશેષહીન પ્રદેશો છે. આવા અનંતા સ્પર્ધકો જાય ત્યારે એક દ્વિગુણહાનિનું સ્થાન આવે આવા દ્વિગુણહાનિના સ્થાનો પણ અનંત છે, પણ એના કરતાં એકદ્વિગુણહાનિસ્થાનના આંતરામાં રહેલા સ્થાનો અનંતગુણ હોય છે. અતિસ્થાપના અને જઘન્ય નિલેપ બન્નેમાં અનંતા દ્વિગુણહાનિના સ્થાને હોય છે એવું અલ્પબદુત્વ પરથી જણાય છે. કારણકે અલ્પબદુત્વમાં પ્રદેશની દ્વિગુણહાનિ વચ્ચેના અંતર કરતાં જઘન્ય નિક્ષેપને અનંતગુણ અને એના કરતાં જઘન્ય અતિને અનંતગુણ કહેલ છે.). પ્રદેશની દ્વિગુણહાનિના અનંતા સ્થાનો જાય એનો અર્થ એ થાય કે અનંતગુણહાનિ થઇ ગઇ. (અનંતી વાર અડધા- અડધા થવાથી પરિણામ અનંતમો ભાગ જ રહે એ સ્પષ્ટ છે.) એટલે કે જે રસસ્પર્ધકમાંથી દલિક ઉદ્વર્તન માટે ઉપડે છે એ. અતિસ્થાપનાને ઓળંગી પછી જે રસસ્પદ્ધક માં નિક્ષિપ્ત થશે એ રસસ્પર્ધકમાં ઉદ્વર્તન પામતા રસસ્પદ્ધક કરતાં અનંતભાગના જ દલિક હોવા જોઈએ. એ પૂર્વના સઘળાં સ્પર્ધકો અતિસ્થાપના તરીકે ઓળંગાઇ જવા જોઇએ. હવે સ્થિતિનિકોનો વિચાર કરીએ. પ્રથમ નિકમાં સર્વથી અધિક પ્રદેશો હોય છે
૧૨૧
ઉદ્દવર્તના-અપવર્તનાકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org