________________
આ ગાથાને અનુસરીને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્વીકારવાથી પંચસંગ્રહકારના વચનોમાં પૂર્વાપરવિરોધનો દોષ રહેતો નથી, કારણકે બેઇન્દ્રિયના જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચે P/s નો તફાવત પડવાથી સ્થિતિસ્થાનો પણ P/s મળશે જે એકેન્દ્રિયના PVR સ્થિતિસ્થાનો કરતાં અસંખ્ય ગુણ છે. શંકા - જો આ અર્થને જ સ્વીકારી લઇએ તો પ૫ મી ગાથાના અર્થનો વિરોધ નહીં થાય ? સમાધાન – એ વિરોધ ન થાય એટલા માટે પપ મી ગાથાનો અર્થ આ રીતે કરવો જોઈએ. પ૪ મી ગાથા સુધીમાં પ્રસ્થમાં એકેન્દ્રિયની જઘન્ય અને ઉક્ટ બંધાતી સ્થિતિ કહેવાઈ ગઈ છે. બેઇન્દ્રિય વગેરે માટે માત્ર એટલું કહ્યું છે કે પોતપોતાની જઘન્ય કરતાં ઉફ્ટ P/s અધિક હોય છે પણ જઘન્ય કેટલી હોય છે કે ઉત્કૃષ્ટ કેટલી હોય છે એ કાંઇ કહ્યું નથી. એ જણાવવા માટે પપ મી ગાથા આવી છે. એમાં સામાન્યથી જ, બેઈન્દ્રિય વગેરેની ઉષ્ટ કે જઘન્ય બંધાતી સ્થિતિ જાણવી છે? તો સામાન્યથી જ એટલેકેજઘન્યbઉત્કૃષ્ટ કોઇપણ સ્થિતિ એકેન્દ્રિય કરતાં(સામાન્યથી) ૨૫, ૫૦, ૧૦૦ અને ૧૦૦૦ ગુણી હોય છે. આવો અર્થ પ૫ મી ગાથાનો યોગ્ય લાગે છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બને અન્યૂનાધિક પણે એકેન્દ્રિયની સ્થિતિ કરતાં ૨૫ ગુણી હોય છે એવું જો માનીએ તો એકેન્દ્રિયના સ્થિતિસ્થાનો કરતાં બેઇન્દ્રિયના સ્થિતિસ્થાનો ૨૫ ગુણા જ થવાથી પદમી ગાથામાં જે અસંખ્યાતગુણ હોવા કહ્યા છે તેની સાથે વિરોધ થાય.. એટલે બેમાંથી એક અન્યૂનાધિકપણે ૨૫ ગુણ છે અને અન્ય કંઇક ઓછેવત્તે અંશે ર૫ ગુણ છે એટલો અર્થ તો કરવો જ પડે છે. ધારો કે એકેન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ લ૯૯૦૦ અને ઉત્કૃષ્ટ ૧,૦૦,૦૦૦ છે. (એટલે કે // તે = ૧૦૦) બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ ૨૫,૦૦,૦૦૦ છે અને એમાંથી P/s = ૧૦,૦૦૦ ઓછા કરવાથી) ર૪,૯૦,૦૦૦એ જઘન્ય છે. તો એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ કરતાં બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ અન્યૂનાધિકપણે ૨૫ ગુણ થશે અને એકેન્દ્રિયના જઘન્ય કરતાં બેઈન્દ્રિયનો જઘન્ય કંઈક ન્યૂન ૨૫ ગુણ થશે. (૯૯૯૦૦ x ૨૫ = ૨૪,૯૭,૫૦૦ કરતાં ૨૪,૯૦,૦૦૦ કંઇક ન્યૂન છે એ સ્પષ્ટ છે.) તેમ છતાં એલગભગ ૨૫ ગુણ તો છે જ, માટે પપ મી ગાથામાં સામાન્યથી જણાવ્યું છે કે બેઈન્દ્રિય વગેરેના જઘન્ય કે ઉત્કૃષ્ટ એકન્દ્રિયના જઘન્ય કે ઉત્કૃષ્ટ કરતાં ૨૫ વગેરે ગુણ હોય છે.
* બાકી જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બને અન્યૂનાધિકપણે ૨૫ ગુણ હોય છે એવો
બંધન કરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org