________________
આનો સીધો અર્થ આ થાય છે કે એકેન્દ્રિયના સ્થિતિબંધને અનુક્રમે ૨૫, ૫૦, ૧૦૦ અને ૧૦૦૦ વડે ગુણવાથી ક્રમશ: વિક્લેન્દ્રિય - બેઇન્દ્રિય, સેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિયનો જયેષ્ઠ અને ઇતર = જઘન્ય સ્થિતિબંધ આવે છે.
આ અર્થને અનુસરીને એવું પ્રસિદ્ધ થયું છે કે એકેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધને ૨૫ વગેરેથી ગુણવાથી બેઇન્દ્રિય વગેરેનો જઘન્ય સ્થિતિબંધ અને એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને ૨૫ વગેરેથી ગુણવાથી બેઇન્દ્રિય વગેરેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે.
હવે જો, આ જ અર્થને સ્વીકારી લઇએ તો પ્રંચસંગ્રહકારે જ હેલી અન્ય વાતનો વિરોધ થાય છે. આગળ આ જ દ્વારની ૫૬ મી ગાથામાં એકેન્દ્રિયના સ્થિતિસ્થાનકો કરતાં બેઇન્દ્રિયના સ્થિતિસ્થાનકો અસંખ્યગુણ કહેલા છે. એકેન્દ્રિયના જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ વચ્ચે P/a નો તફાવત છે. એટલે એના સ્થિતિસ્થાનો P/1 જેટલા છે. એકેન્દ્રિયના જઘન્ય અને ઉત્કૃષ્ટ બન્નેને ૨૫-૨૫ વડે ગુણવાથી જે બેઇન્દ્રિય ના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે તેનો તફાવત ૨૫ × P/ થશે. (જેમકે, ધારોકે એકેન્દ્રિયનો મિથ્યાત્વનો જઘન્ય સ્થિતિબંધ ૯૯૯૦૦ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦૦૦૦૦ છે. એટલે એ બે વચ્ચે તફાવત ૧૦૦ નો અને સ્થિતિસ્થાનો ૧૦૧ થશે. આ બન્નેને ૨૫ વડે ગુણવાથી અનુક્રમે ૨૪૯૭૫૦૦ અને ૨૫૦૦૦૦ એ બેઇન્દ્રિયનો જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થશે. એટલે બે વચ્ચે તફાવત ૨૫૦૦ નો થશે અને સ્થિતિસ્થાનો ૨૫૦૧ થશે જે ક્રમશ: ૧૦૦ અને ૧૦૧ કરતાં રપ ગણા અને કંઇકન્યૂન ૨૫ ગણા છે.) તેથી બેઇન્દ્રિયના સ્થિતિસ્થાનો લગભગ ૨૫ × P/a જેટલા થશે જે P/ કરતાં સંખ્યાતગુણ છે. અસંખ્યગુણ નથી. એટલે પૂર્વાપર વિરોધ થતો હોવાથી આ અર્થ ખોટો ગણાય.
આના બદલે, આ જ દ્વારની જે ૫૪ મી ગાથા છે કે,
जा एगिंदि जहन्ना पल्लासंखंससंजुया सा उ ।
तेसिं जेा सेसाण संखभागहिय जासनी ॥ ५४ ॥
6
આનો સીધો અર્થ આવો છે કે એકેન્દ્રિય જીવોનો જે જઘન્ય સ્થિતિબંધ હોય તેમાં P/a ઉમેરવાથી તેઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે અને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના શેષ જીવો માટે પોતપોતાના જઘન્યમાં પલ્યોપમનો સંખ્યાતમો ભાગ (P/s) ઉમેરવાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે.
કર્મપ્રકૃતિ
પ્રશ્નોત્તરી
-
Jain Education International
For Private & Personal Use Only
૫૭
www.jainelibrary.org