________________
અર્થ કરવામાં ૫૫ મી ગાથાને જેમ ઉપર મુજબ પ૬ મી ગાથા સાથે વિરોધ આવે છે તેમ પ૪મી ગાથા સાથે પણ આવશે જ. કારણકે એકેન્દ્રિયના જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ P/a અધિક હોવાથી બેઇન્દ્રિયનું જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ ૨૫ x 7/8 જેટલું જ અધિક થશે. પલ્યોપમના અસંખ્યમા ભાગને ૨૫ વડે ગુણવાથી મળતો જવાબ પણ પલ્યોપમના અસંખ્યમા ભાગે જ હોય છે, પલ્યોપમના સંખ્યાતમા ભાગે નહીં. અને તેથી પ૪ મી ગાથામાં બેઈન્દ્રિય વગેરે માટે જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ P/s અધિક હોય છે એવું જ કહ્યું છે તેનો વિરોધ સ્પષ્ટ છે. શંકા - ૫૪ મી ગાથામાં “વા સત્રો જે પદ છે તેમાં પ્રાકૃતભાષા હોવાથી જેમ “અ' કારપ્રશ્લેષ કરી અસંશી અર્થ લેવાનો છે તેમ “સાબ સંવમાદયમ' એવું જે કહ્યું છે તેમાં પણ “અ” કાર પ્રશ્લેષ કરી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિકએવો અર્થ કરી શકાય છે, અને તો પછી તમે બતાવેલ વિરોધ નહીં આવે. સમાધાન - પ્રાઃભાષા હોવાથી એ રીત “અ” કારપ્રક્ષેપ કરી શકાય છે. પણ તો પછી એ ગાથા જ અસંગત બની જશે. કારણકે એકેન્દ્રિય માટે તો પલ્યોપમનો અસંખ્યમો ભાગ અધિક કહ્યું છે. હવે બેઇન્દ્રિય વગેરે માટે પણ જો અસંખ્યમો ભાગ જ અધિક કહેવાનું હોય તો “અ” કાર પ્રશ્લેષની આવશ્યક્તાવાળો “સંવ મહય’ એવો પૃથગ ઉલ્લેખ ન કરતાં વમવ ૩' એવું જ કંઇક કહી દેત. માટે ત્યાં
અ” કારપ્રશ્લેષ કરવો યોગ્ય નથી. અને તેથી બેઇન્દ્રિય વગેરેમાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ P/s અધિક છે એવો અર્થ પૂર્વાપર અવિરુદ્ધ હોવાથી પ૫ મી ગાથાનો પણ પૂર્વાપર અવિરુદ્ધ દર્શિત અર્થ કરવો ઉચિત છે.
આમ, બેઇન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો માટે બંધાતી ઉત્કૃષ્ટ કરતાં જઘન્ય સ્થિતિ P/s જેટલી ઓછી છે એમ નિશ્ચિત થયું.
હવે પંચસંગ્રહની પાંચમા દ્વારની ૪૯ મી ગાથાનો અર્થ વિચારીએ – वेउविछकि तं सहसताडियं जं असन्निणो तसिं । पलियासंखंसूणं र्छि अबाहूणियनिसेगो ॥ ४९ ॥
મિચ્છર નં તતું એટલી પૂર્વગાથામાંથી અનુવૃત્તિ લઈને આ ગાથાનો અર્થ આવો કરવામાં આવે છે કે વૈક્રિયષટકમાં ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડા કોડી વડે ભાગવાથી જે આવે તેને હજાર વડે ગુણી એમાંથી પલ્યોપમનો અસંખ્ય ભાગ બાદ કરીએ એટલો જઘન્ય સ્થિતિબંધ હોય છે, કેમકે કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org